મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી મોરબીના સિરામિક ઉદ્યોગકારને આઈપીઓમાં રોકાણ કરવાની લાલચ આપીને 1.54 કરોડની ઠગાઈ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કક્ષાના સુશાસન સપ્તાહના કાર્યક્રમોના આયોજન માટે કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક મળી


SHARE







મોરબી જિલ્લા કક્ષાના સુશાસન સપ્તાહના કાર્યક્રમોના આયોજન માટે કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક મળી

દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિ નિમિતે સુશાસન સપ્તાહ ની ઉજવણી સમગ્ર રાજ્યમાં તા.૨૫/૧૨/૨૦૨૧ થી તા.૩૧/૧૨/૨૦૨૧ દરમ્યાન કરવામાં આવનાર છે. સુશાસન સપ્તાહની ઉજવણી અન્વયે મોરબી જિલ્લા કલેકટર જે.બી.પટેલના અધ્યક્ષ સ્થાને ઉચ્ચ અધિકારીઓ સાથે કલેકટર કચેરી મીટીંગ હોલ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.


આ બેઠકમાં કલેક્ટરએ જુદા જુદા વિભાગના અધિકારીઓ પાસેથી સુશાસન સપ્તાહ ઉજવણી દરમ્યાન થયેલ આયોજન વિગતો મેળવી માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે કોવિડ-૧૯ પ્રોટોકોલ મુજબ કાર્યક્રમોનું આયોજન કરવા તેમજ સ્ટેજ વ્યવસ્થાલાભાર્થીઓને કોઈ મુશ્કેલ ન પડે તે રીતે વ્યવસ્થા કરવા ઉપરાંત પીવાની પાણીની મુશ્કેલી ના પડે તે જોવા જણાવ્યું હતું આ કાર્યક્રમ અંતર્ગત તા.૨૫-૧૨-૨૦૨૧ના રોજ વહીવટી સુધારણા અને તાલીમ પ્રભાગ વિભાગવિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગ અને સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થાતા.૨૬-૧૨-૨૦૨૧ના રોજ શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગતા.૨૭-૧૨-૨૦૨૧ના રોજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને મહિલા અને બાળ વિકાસ વિભાગતા.૨૮-૧૨-૨૦૨૧ના રોજ કૃષિપશુપાલન પ્રભાગ તથા ગ્રામ વિકાસ વિભાગતા.૨૯-૧૨-૨૦૨૧ના રોજ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ તથા આદિજાતી વિકાસ વિભાગ અને તા.૩૦-૧૨-૨૦૨૧ના રોજ શ્રમ અને રોજગાર વિભાગ તથા તા.૩૧-૧૨-૨૦૨૧ના રોજ પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગના વિવિધ કાર્યક્રમો રાજ્ય અને જિલ્લાકક્ષાએ યોજાનાર છે. આ સપ્તાહ દરમ્યાન રાજ્યના મંત્રીશ્રીઓપદાધિકારીશ્રીઓ તેમજ સ્થાનિક આગેવાનોની હાજરીમાં કાર્યક્રમો યોજાશે તેમજ વિવિધ વિભાગના વિકાસના કામોનું ખાતમૂર્હત તથા લોકાર્પણ પણ કરવામાં આવશે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવજિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રીમતી મિતાબેન જોષીમોરબી પ્રાંત અધિકારી ડી.એ. ઝાલાડી.વાય.એસ.પી. એમ.આઈ.પઠાણ સહિત સુશાસન સપ્તાહ ઉજવણીના સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.






Latest News