ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

હળવદના માથક ગામે ઘરમાંથી દારૂની નાની મોટી 159 બોટલ ઝડપાઇ, આરોપીની શોધખોળ: માળીયા (મી) નજીકથી 300  લિટર દેશી દારૂ ભરેલ રિક્ષા પકડાઈ, આરોપી ફરાર


SHARE











હળવદના માથક ગામે ઘરમાંથી દારૂની નાની મોટી 159 બોટલ ઝડપાઇ, આરોપીની શોધખોળ: માળીયા (મી) નજીકથી 300  લિટર દેશી દારૂ ભરેલ રિક્ષા પકડાઈ, આરોપી ફરાર

હળવદના માથક ગામે રહેણાંક મકાનમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ઘરમાંથી દારૂની નાની મોટી કુલ મળીને 159 બોટલ મળી આવી હોય પોલીસે 38,720 રૂપિયાની કિંમતમાં દારૂનો જથ્થો તથા ઈકો ગાડી મળીને 3,38,720 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે જોકે, રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી હાજર ન હોય હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

હળવદ તાલુકાના માથ ગામે રહેતા અજય જેતપરાના રહેણાંક મકાનની અંદર દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની નાની મોટી કુલ મળીને 159 બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે 38,720 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને ઇકો ગાડી નંબર જીજે 36 એલ 3530 જેની કિંમત 3 લાખ રૂપિયા આમ કુલ મળીને 3,38,720 ની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી ઘરે હાજર ન હોય હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજય રૂડાભાઈ જેતપરા રહે. માથક તાલુકો હળવદ વાળા સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે

300  લિટર દેશી દારૂ ભરેલ રિક્ષા પકડાઈ

મોરબી કચ્છ હાઇવે રોડ ઉપર આવેલ ભીમસર ચોકડી પાસેથી પસાર થઈ રહેલ રીક્ષાને રોકવા માટેનો પોલીસે પ્રયાસ કર્યો હતો ત્યારે રિક્ષા નંબર જીજે 36 ડબલ્યુ 1179 નો ચાલક રીક્ષા મૂકીને નાસી ગયો હતો ત્યારબાદ પોલીસે રિક્ષાને ચેક કરી હતી અને ત્યારે તે રિક્ષામાં મૂકવામાં આવેલ જુદા જુદા બાચકામાંથી 300 લિટર દેશી દારૂનો જથ્થો મળી આવતા 60,000 ની કિંમતનો દારૂ તથા 1 લાખ રૂપિયાની કિંમતની રીક્ષા આમ કુલ મળીને 1.60 લાખ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને હાલમાં માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રિક્ષાના ચાલક સામે ગુનો નોંધી પોલીસે રિક્ષાના ચાલકને પકડવા માટે તજવી શરૂ કરેલ છે






Latest News