મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં મહેન્દ્રપરામાં રહેતી પરણીતાને કરિયાવર-ઘરકામ માટે પતિ સહિત 4 સાસરિયાનો ત્રાસ


SHARE







મોરબીમાં મહેન્દ્રપરામાં હેતી પરણીતાને કરિયાવર-ઘરકામ માટે પતિ સહિત 4 સાસરિયાનો ત્રાસ

મોરબીમાં મહેન્દ્રપરા શેરી નં-1 માં રહેતી પરણીતાએ તેના પતિ સહિત કુલ ચાર વ્યક્તિઓની સામે મહિલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કેકરિયાવર અને ઘરકામ બાબતે તેની સાથે બોલાચાલી કરીને મારકૂટ કરીને શારીરિક તેમજ માનસિક ત્રાસ આપતા હતા જેથી કરીને પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરેલ છે

મૂળ રાજસ્થાનના રહેવાસી અને હાલમાં મોરબીના મહેન્દ્રપરા શેરી નં-1 માં માવતરના ઘરે રહેતા ઉર્વશીબેન સુનિલભાઈ સેવકાની (30) એ મોરબી મહિલા પોલીસ સ્ટેશન ખાતે તેના પતિ સુનિલભાઈ રાજકુમાર સેવકાની, સસરા રાજકુમાર ઈશ્વરદાસ સેવકાની, જેઠ દિલીપ રાજકુમાર સેવકાની અને જેઠાણી હીર દિલીપભાઈ સેવકાની રહે. બધા રાજસ્થાન વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કેફરિયાદીને તેને પતિ, સસરા, જેઠ અને જેઠાણી દ્વારા અવારનવાર ઘરકામ અને કરિયાવર બાબતે હેરાન કરીને મારકૂટ કરવામાં આવતી હતી અને મેણા ટોણા મારીને શારીરિક માનસિક દુઃખત્રાસ આપવામાં આવતો હતો જેથી કરીને હાલમાં મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

વરલી જુગાર

મોરબીના લાતી પ્લોટ મેન રોડ ઉપર વરલી જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી આરીફભાઈ મુસ્તાકભાઈ બ્લોચ (45) રહે. મકરાણી વાસ સબજેલ પાછળ મોરબી વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હોય પોલીસે 450 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે






Latest News