મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

સીઆઇડી ક્રાઇમની ટીમની કાર્યવાહી: વાંકાનેરમાંથી 1900 ગ્રામ ગાંજા સાથે રાજકોટમાં રહેતો રિક્ષા ચાલક પકડાયો


SHARE







સીઆઇડી ક્રાઇમની ટીમની કાર્યવાહી: વાંકાનેરમાંથી 1900 ગ્રામ ગાંજા સાથે રાજકોટમાં રહેતો રિક્ષા ચાલક પકડાયો

વાંકાનેર નજીક આવેલ ચંદ્રપુર પાસે હોસ્પિટલ સામેથી રીક્ષા પસાર થઈ રહી હતી જે રીક્ષાને રાજકોટ સીઆઇડી ક્રાઇમની એએનટીએફ ટીમ દ્વારા રોકવામાં આવી હતી અને રિક્ષાને ચેક કરવામાં આવી હતી ત્યારે તે રિક્ષામાંથી 1900 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને રિક્ષા અને ગાંજો મળીને 95 હજાર રૂપિયાની કિંમતના મુદ્દામાલ સાથે પોલીસે રીક્ષા ચાલકને પકડીને તેની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

રાજકોટ સીઆઇડી ક્રાઇમની એએનટીએફ ટીમ વાંકાનેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ ચંદ્રપુર પાસે લાઈફલાઈન હોસ્પિટલ સામેથી પસાર થઈ રહેલી રિક્ષા નંબર જીજે 3 બિયું 3649 ની રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવી હતી ત્યારે તે રીક્ષામાંથી 1900 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ગાંજો તથા રીક્ષા મળીને 95 હજારની કિંમતના મુદ્દામાલ સાથે રીક્ષા ચાલક જાહિદહુસેન નુરમામદભાઇ મકવાણા (53) રહે. કૃષ્ણનગર-2 પોપટપરા મેન રોડ રાજકોટ વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસની કલમ હેઠળ ગુનો નોંધીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી આ અંગેની આગળની વધુ તપાસ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના પીઆઇ એચ.એ.જાડેજા ચલાવી રહ્યા છે

વરલી જુગાર

વાંકાનેર મિલ કોલોની રેલ્વે સ્ટેશન પાસે રવિ પ્રોવિઝન સ્ટોર વાડી શેરીમાં જાહેરમાં વરલી જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી વરલી જુગારના આંકડા લેતા દશરથભાઈ માવજીભાઈ નદીયારિયા (28) રહે. વીસીપરા વાંકાનેર વાળો મળી આવતા પોલીસે તેની પાસેથી 2270 ની રોકડ કબજે કરી હતી અને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધાયો છે






Latest News