મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો
Breaking news
Morbi Today

મોરબીના વાધરવા નજીક ટ્રેલર પાછળ ટ્રેલર અથડાતા એકનું મોત, એક ઇજાગ્રસ્ત સારવારમાં


SHARE











મોરબીના વાધરવા નજીક ટ્રેલર પાછળ ટ્રેલર અથડાતા એકનું મોત, એક ઇજાગ્રસ્ત સારવારમાં

મોરબી જિલ્લાના માળીયા મિયાણા તાલુકાના વાધરવા ગામ પાસે આજે વહેલી સવારે અકસ્માત બનાવ બન્યો હતો.જેમાં પંચર પડતા રોડ સાઈડમાં ઉભેલા ટ્રેલરની પાછળ અન્ય ટ્રેલર અથડાતા પાછળના ટ્રેલરમાં રહેલા યુપીના ટ્રક ચાલકનું મોત નીપજ્યું હતું અને કેબિનમાં રહેલા એક વ્યક્તિને  ઈજા પહોંચી હોય તેને સારવારમાં ખસેડાયો છે.બનાવને પગલે માળીયા મીયાણા પોલીસ દ્વારા નોંધ કરીને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રો તથા માળીયા મિયાણા પોલીસ મથકના ઈમ્તિયાઝભાઈ જામ પાસેથી મળતી માહિતી પ્રમાણે મોરબીના માળિયા મીયાણા ખાતે વાધરવા ગામ પાસે આવેલ નવકાર કોર્પોરેશન કેજે શિપિંગની અંદર કન્ટેનરના કોન્ટ્રાક્ટનું કામકાજ કરે છે તે યુનિટની અંદર ડ્રાઇવર તરીકે છેલ્લા બે વર્ષથી કામ કરતો મૂળ ઉત્તરપ્રદેશનો લવકુશકુમાર રમાશંકર પટેલ નામનો ૨૦ વર્ષનો યુવાન આજે તા.૧૨-૨ ના રોજ તેનું ટ્રેલર લઈને યુનિટમાંથી બહાર નીકળ્યો હતો અને રોડ ઉપર થોડે આગળ જતા આગળ અન્ય રાજસ્થાની ટ્રેલરમાં પંચર પડ્યું હોય તે રોડ સાઇડમાં હતું.તેની પાછળ લવકુશકુમારે પોતાનું ટ્રેલર અથડાવી દીધું હતું.જે બનાવમાં લવકુશકુમાર રમાશંકર પટેલ (ઉમર ૨૦) મૂળ રહે તેદુઆ તા.ઘોરવા જિલ્લો સોનભદ્ર ઉતરપ્રદેશ હાલ રહે.નવકાર કોર્પોરેશન વાધરવા માળિયા મીયાણા મોરબીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.જેથી તેના ડેડબોડીની પીએમ માટે અત્રેની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યું હતું.આ બનાવમાં તેની સાથે કેબિનમાં સુઈ રહેલા લક્ષ્મીભાઈ શિવભાઈ પટેલ (૨૦) રહે.હાલ નવકાર કોર્પોરેશન વાધરવા માળિયા મીયાણા મોરબીને ઇજાઓ પહોંચી હોય તેને અહીંની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

વાહન અકસ્માતમાં ઇજા

હળવદ તાલુકાના સુખપર ગામે રહેતી જાગુબેન દિલીપભાઈ કોળી નામની ૧૯ વર્ષની યુવતી બાઈક પાછળ બેસીને જતી હતી ત્યારે હળવદની હરી દર્શન હોટલ નજીક તેમના બાઇકને કોઈ ટ્રક ચાલાકે હડફેટે લેતા ઇજાગ્રસ્ત થયેલા જાગુબેનને અત્રે આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના નવલખી રોડ ધક્કાવાળી મેલડી માતા મંદિર પાસે કાર ચાલકે હડફેટ લેતા કમલેશગીરી ગજરાજગીરી (૪૭) રહે.નીલકંઠ સોસાયટી સામાકાંઠે મોરબી-૨ ને ઇજાઓ થઈ હોય અત્રે સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેમજ મોરબીના માળિયા મીયાણા ખાતે રહેતો ઇમરાનભાઈ મોવર નામનો ૧૮ વર્ષનો યુવાન બાઇકમાં જતો હતો ત્યારે વાહન સ્લીપ થયું હોય તેને ઈજા થતા અત્રે સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.જ્યારે માળિયા મીયાણાના સરવડ ગામે રહેતી અંજુબેન જીતુભાઈ દેલવાડીયા નામની ૩૧ વર્ષની મહિલા તેઓના ઘરે કોઈ કારણોસર દાઝી ગયા હોય તેમને અહીંની ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.






Latest News