મોરબીના જલારામ ધામ ખાતે જલારામ બાપાની ૧૪૫ મી પૂણ્યતિથી નિમિતે કાર્યક્રમ યોજાયો મોરબીમાં બેટરીના પાણીની આડમાં ખાનગી ટ્રાવેલ્સની બસમાં મંગાવેલ દારૂની 1248 બોટલ સાથે એકની ધરપકડ: દારૂનો જથ્થો મંગાવનાર રાજકોટના શખ્સની શોધખોળ હળવદના ટીકર ગામે ઘરમાંથી 3.94 લાખના સોનાના દાગીના ચોરીના ગુનામાં ચોરાઉ મુદામાલ સાથે આરોપીની ધરપકડ મોરબીનો પાડાપુલ આજથી રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ, ટ્રાફિકની સમસ્યાને નાથવા પોલીસ ખડેપગે મોરબીના ગાળા ગામના પાટીયા પાસેનો બનાવ: ફૈબાના ઘરે માંડવામાં જતાં ભાણેજના બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા સર્જાયો જીવલેણ અકસ્માત મોરબીમાં મહેન્દ્રપરામાં રહેતી પરણીતાને કરિયાવર-ઘરકામ માટે પતિ સહિત 4 સાસરિયાનો ત્રાસ સીઆઇડી ક્રાઇમની ટીમની કાર્યવાહી: વાંકાનેરમાંથી 1900 ગ્રામ ગાંજા સાથે રાજકોટમાં રહેતો રિક્ષા ચાલક પકડાયો મોરબીના વાધરવા નજીક ટ્રેલર પાછળ ટ્રેલર અથડાતા એકનું મોત, એક ઇજાગ્રસ્ત સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના ગાળા ગામના પાટીયા પાસેનો બનાવ: ફૈબાના ઘરે માંડવામાં જતાં ભાણેજના બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા સર્જાયો જીવલેણ અકસ્માત


SHARE













મોરબીના ગાળા ગામના પાટીયા પાસેનો બનાવ: ફૈબાના ઘરે માંડવામાં જતાં ભાણેજના બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા સર્જાયો જીવલેણ અકસ્માત

મોરબી માળિયા નેશનલ હાઇવે રોડ ઉપર ગાળા ગામના પાટીયા પાસેથી યુવાન બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં યુવાને માથા અને શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી કરીને તેનું મોત નીપજ્યું હતું અને અકસ્માત સર્જીને આરોપી તેનું વાહન સ્થળ ઉપર છોડીને નાસી છૂટ્યો હોય હાલમાં મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરે છે

જોડિયા તાલુકાના બાલંભા ગામના રહેવાસી વિરજીભાઈ નરસીભાઈ રાઠોડ (45)એ હાલમાં ટ્રક નંબર જીજે 12 બીએફ 7399 ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી માળિયા નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ ગાળા ગામના પાટીયા પાસે રિ સીરામીક કારખાના સામેથી ફરિયાદીના ભાઈ રમેશભાઈ નરસીભાઈ રાઠોડ (રહે, લક્ષ્મીનગર મોરબી) પોતાનું બાઈક નંબર જીજે 36 એએ 6133 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રક ચાલકે તેના બાઈકને ઠોકર મારી હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં રમેશભાઈને માથા અને શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી રમેશભાઈનું મોત નીપજયું હતું અને અકસ્માત સર્જીને ટ્રક ચાલક પોતાનું વાહન સ્થળ ઉપર છોડીને નાસી ગયો હતો જેથી હાલમાં અકસ્માતના આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે. વધુમાં મળતી માહિતી મુજબ મૃતક યુવાનના વેજલપર ગામે રહેતા ફાઇબાના ઘરે માંડવો હતો જેથી કરીને એક બાઈકમાં રમેશભાઈ અને બીજા બાઈકમાં લાલજીભાઇ અને ભૂપતભાઇ વેજલપર ગામ જવા માટે નીકળ્યા હતા અને રસ્તામાં ગાળા ગામના પાટિયા પાસે ટ્રક ચાલેક રમેશભાઈના બાઇકને હડફેટે લેતા આ જીવલેણ અકસ્માતનો બનાવ બનેલ છે.






Latest News