મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં ઓનલાઈન 100 કુર્તિ મંગાવનારા યુવાન સાથે છેતરપિંડી કરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં સફાઈ-ગટર લાઇનના નિકાલની કામગીરી પૂર્ણ મોરબીના નહેરુ ગેટ ચોક, રવાપર અને શનાળા રોડ સહિતના માર્ગો ઉપરથી દબાણો હટાવ્યા નારી વંદન ઉત્સવ: મોરબી-વાંકાનેર ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ મોરબીની ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ મોરબી જિલ્લામાં ૨૫ ઓગસ્ટે યોજાશે જિલ્લા સ્વાગત કાર્યક્રમ: કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ ના રજીસ્ટ્રેશનની મુદત લંબાવાઈ મોરબીના વીરપરડા ગામના કુવાને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે એ કરી અપીલ
Breaking news
Morbi Today

માળીયામાં નવું બસસ્ટેશન બનાવવામાં આવે તેવું કે.ડી.બાવરવાની માંગ


SHARE







ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી છે કે, માળિયા (મી.) ખાતે બસ સ્ટેશનનું નિર્માણ કરવામાં આવે તે જરૂરી છે કેમ, ભૂકંપ પહેલા તાલુકા કક્ષાના આ સેન્ટરમાં બસ સ્ટેન્ડની સુવિધા હતા જો કે, તે બસ સ્ટેન્ડ તૂટી ગયા પછી હજુ સુધી સરકાર દ્વારા નવું બસ સ્ટેન્ડ બનાવવામાં આવેલ નથી  

વધુમાં તેમણે જણાવ્યુ છે કે, આ અગાઉ પણ માળિયા (મી.) ખાતે બસ સ્ટેશનનું નિર્માણ કરવા માટે રજૂઆત કરી હતી અને માળિયા (મી.) ખાતે મોટું બસસ્ટેશન હતું જેનું નિર્માણ ૧૯૮૦ માં કરવામાં આવેલ હતું.  પરંતુ ૨૦૦૧ માં આવેલ ભયાનક  ભૂકંપમાં આ બસસ્ટેશન સંપૂર્ણ નાશ પામેલ હતું ત્યાર બાદ આજ સુધી માળિયા મીયાણા ખાતે બસસ્ટેશન બનાવવામાં આવેલ નથી. ત્યારે મળિયા(મી.)એ તાલુકા મથક છે અને તાલુકા લેવલની ઘણી કચેરીઓ તેમજ કોર્ટ માળિયા (મી.)માં આવેલ છે. આ ઉપરાંત કચ્છ-ભુજ તરફ જતી બધી જ બસો પણ અહીંથી જ પસાર થાય છે. ત્યારે મળીયા (મી.) ખાતે નવું બસસ્ટેશન બનાવવામાં આવે તો મુસાફરોની સુવિધામાં વધારો થાય તેમ છે માટે નવું બસસ્ટેશન બનાવવામાં આવે તેવી માંગ કરી છે






Latest News