મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીમાં એઇડ્સ કંટ્રોલ એમ્પ્લોયઝ યુનિયન દ્વારા પડતર પ્રશ્નો ઉકેલવા માટે આવેદનપત્ર દેવાયું


SHARE







મોરબીમાં ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ એમ્પ્લોયઝ યુનિયન દ્વારા કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું અને નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન સંચાલિત ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી અંતર્ગત ચાલતા એઆરટી સેન્ટરના કર્મચારીઓએ રજૂઆત કરી છે કે કેન્દ્ર સરકારની નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશનની એચઆર પોલીસી મુજબ દરેક રાજ્યમાં કર્મચારીના કરાર સહિતની વાજબી માંગણી કરવામાં આવી હતી તેનો કોઈ પ્રત્યુતર ન આપી કર્મચારી સામે કડક વલણ રાખવામા આવે છે જેમાં પગાર અટકાવી દેવો૨૦૧૭ માં કોર્ટમાં ગયેલ કર્મચારીઓના પગાર જે છેલ્લા મહિના સુધી નિયમ મુજબ મળતા હતા તેમાં કપાત કરીને ૨૦૧૭ મુજબ પગાર કરેલ છે કર્મચારીઓ એચઆઈવી પીડિત દર્દીઓની સારવાર કરતા હોય અને લોકડાઉન છતાં દર્દી દવાથી વંચિત ન રહે તે માટે પોતાના વાહન મારફત દર્દીઓને ઘરે દવા પહોંચાડી છે જેનો ખર્ચ આજ સુધી માંગેલ નથી ત્યારે સરકાર દ્વારા આપવામાં આવતું માનદ વેતન પણ મળેલ નથી ત્યારે કર્મચારીઓને ન્યાય મળી રહે તે માટે તાત્કાલિક યોગ્ય કરવા માંગ કરી છે 






Latest News