મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબીમાં આવેલ જીઆઇડીસીમાં ડેરીની અંદર દૂધ ગરમ કરવાના બોઇલરમાં થયો બ્લાસ્ટ: એકને ઇજા


SHARE







મોરબીમાં આવેલ જીઆઇડીસીમાં ડેરીની અંદર દૂધ ગરમ કરવાના બોઇલરમાં થયો બ્લાસ્ટ: એકને ઇજા

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ જીઆઇડીસી વિસ્તારમાં ભોલે બાબા ડેરી આવેલ છે અને ત્યાં યુનિટની અંદર દૂધ ગરમ કરવા માટે થઈને વપરાતા બોઇલરમાં બ્લાસ્ટ થયો હતો જે બનાવમાં કારખાનાનો શેડ તૂટી ગયો હતો અને બોઈલર બ્લાસ્ટ થયું હોવાથી તેના કેટલાક ટુકડા આજુબાજુના કારખાનામાં પડ્યા હતા અને આ ઘટનામાં એક શ્રમિકને ઈજા થઈ હોવાના કારણે તેને સારવાર માટે હોસ્પિટલે લઈ જવામાં આવેલ છે.

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ જીઆઇડીસી વિસ્તારમાં આવેલ ભોલે બાબા ડેરીમાં દૂધ ગરમ કરવા માટે થઈને વપરાતા બોઇલરમાં આજે સવારે બ્લાસ્ટ થયો હતો જેના કારણે કારખાનો સેડ તૂટી ગયો હતો આટલું જ નહીં પરંતુ બોઇલર બ્લાસ્ટ થવાના કારણે તેના કેટલાક ટુકડાઓ આજુબાજુમાં આવેલા જુદાજુદા યુનિટની ઉપર પડ્યા હતા જોકે, સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થયેલ નથી પરંતુ ડેરીની અંદર કામ કરતા એક શ્રમિકને ઇજાઓ થઈ હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવેલ છે અને બોઇલર બ્લાસ્ટ થયું હોવાની જાણ થતાની સાથે જ ત્યાં આસપાસના યુનિટોમાં કામ કરતા શ્રમિકો સહિતના લોકો સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને ત્યાં લાગેલી આગને કાબુમાં લેવા માટે થઈને પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધેલી હતી વધુમાં મળતી માહિતી મુજબ બોઇલરમાં ઓવરહીટિંગના લીધે બ્લાસ્ટ થયો હોવાની શક્યતા સેવાઇ રહી છે.






Latest News