મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના સામાકાંઠા વિસ્તારના પરિવારની યુવતી ગુમ, ફરિયાદ નોંધાતા તપાસ શરૂ


SHARE







મોરબીના સામાકાંઠા વિસ્તારના પરિવારની યુવતી ગુમ, ફરિયાદ નોંધાતા તપાસ શરૂ

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ મહેન્દ્રનગર ગામના ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા પરિવારની યુવતી ગુમ થઈ ગયેલ હોય પોલીસમાં જાણ કરવામાં આવેલ છે.જેથી પોલીસ દ્વારા ગુમસુધા નોંધ દાખલ કરીને યુવતીની શોધખોળ શરૂ કરવામાં આવેલ છે.

 

મોરબી બી ડિવિઝન પોલીસ મથકના એ.એમ.ઝાપડિયાના જણાવ્યા મુજબ ઇન્દિરાનગરમાં રહેતા કલ્યાણજીભાઈ મોહનભાઈ અલગોતરએ પોલીસ મથક ખાતે ફરિયાદ કરતા જણાવ્યું હતું કે, તેમની દીકરી અંકિતાબેન કલ્યાણજીભાઈ અલગોતર (ઉંમર વર્ષ ૨૫) ગત તા.૨૫-૧૧-૨૫ ના રોજ રાત્રિના આઠેક વાગ્યે ઘરે કોઈને કંઈ કહ્યા વગર ક્યાંક ગુમ થઈ ગયેલ છે. જે અંગે ઘરમેળે તપાસ કરવા છતાં અંકિતાબેનનો પત્તો લાગ્યો ન હોય હાલ પોલીસમાં જાણ કરાય છે.જેથી પોલીસે ગુમસુધા નોંધ દાખલ કરીને ગુમ થયેલ અંકિતાબેનની શોધખોળ શરૂ કરી છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં આવેલ અમરાપર ગામ પાસેથી બાઈકમાં જાતે સમયે અચાનક કૂતરું આડું ઉતરતા વાહન સ્લીપ થઈ ગયું હતું જે બનાવમાં કાદરીયાભાઈ વેસાકીયાભાઇ બામણીયા (૩૦), લાલુબેન કાદરીયાભાઈ (૨૫) અને અસ્મિતા (૦૪) રહે.સાવડી તા.ટંકારા ને ઇજા થઈ હોય સારવાર માટે લઈ જવાયા હતા.જ્યારે ટંકારાના જ ગણેશપર વિસ્તારમાં રહેતા દર્શન રોહિતભાઈ પ્રજાપતિ નામના ૨૬ વર્ષના યુવાનને વાવડી ચોકડી નજીક અજાણ્યા ટ્રાવેલ્સના ચાલકે કાવુ મારતા બાઇકને ટક્કર મારી હતી જેથી બાઇકમાંથી પડી ગયેલ હોવાથી તેને પણ સારવાર માટે ખસેડાયો હતો.

રાજકોટ ખસેડાયો

મોરબીના સામાકાંઠે ઘુંટુ રોડ સિમ્પોલો સિરામિક ખાતે રહીને કામકાજ કરતો શીવાભાઈ રઘુનાથ સમા નામનો ૨૫ વર્ષનો યુવાન ઘુંટુ રોડ ગોપાલકાંટા પાસે હતો ત્યાં અજાણ્યા બાઇક ચાલકે તેને ટક્કર મારતા અત્રેની સિવિલે અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યો હતો.જ્યારે મયુર પુલ નજીક બે વાહન સામસામમાં અથડાતા સર્જાયેલ અકસ્માત બનાવમાં અમિત રમેશભાઈ ગોધાણી (૩૦) રહે.પંચાસર રોડ મોરબી તથા સામેના સુનિલ નીતિનભાઈ સુરેલા (૧૭) રહે.ભડીયાદ સામાકાંઠે મોરબી-૨ ને ઇજાઓ થયેલ હોય બંનેને પણ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.






Latest News