મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની નાની મોટી કુલ 12 બોટલો સાથે બે શખ્સ પકડાયા


SHARE







મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની નાની મોટી કુલ 12 બોટલો સાથે બે શખ્સ પકડાયા

મોરબી શહેરમાં જુદી જુદી બે જગ્યા ઉપર જાહેરમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી કુલ મળીને દારૂની નાની મોટી 12 બોટલો કબજે કરવામાં આવી હતી અને હાલમાં બે આરોપીને પકડવામાં આવ્યા છે આ બંને શખ્સોની સામે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુના નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ સરસ્વતી સોસાયટી સામે ખુલ્લી જગ્યામાંથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની મોટી 8 મોટર મળી આવતા પોલીસે 8000 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી અરમાન ઉર્ફે ભાણો ઈકબાલભાઈ જુનેજા (21) રહે. ભારતનગર મફતીયા પરા સર્કિટ હાઉસ સામે મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે અને આ શખ્સ પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લાવ્યો હતો. તે દિશામાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે

મોરબીના માધાપરા શેરી નંબર 2 માં રામદેવપીરના મંદિર પાસેથી એકટીવા નંબર જીજે 36 એએસ 0015 લઈને એક શખ્સ પસાર થઈ રહ્યો હતો જેને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની નાની ચાર બોટલ મળી આવતા 1200 રૂપિયાની કિંમતનો દારૂ અને 1 લાખ રૂપિયાની કિંમતનું વાહન આમ કુલ મળીને 1,01,200 ની કિંમત પણ મુદ્દામાલને કબજે કર્યો હતો અને આરોપી ચિરાગભાઈ જગદીશભાઈ ગાંધી (33) રહે. માધાપર શેરી નંબર 2 મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.






Latest News