મોરબીમાં તાજિયાના તહેવાર પહેલા પોલીસનું ફૂટ પેટ્રોલીંગ યોજાયું વાંકાનેરના કણકોટ ગામે જાહેરમાંથી દારૂની 224 બોટલ સાથે એક શખ્સ પકડાયો ખાનગી વીજ કંપની પાસેથી વળતરનો મામલો, મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણી ખાતે મહિલાઓ દ્વારા આનંદનો ગરબો યોજી અનોખો વિરોધ વ્યક્ત કરાયો મોરબીની જુદીજુદી શાળાઓમાં ડીડીઓ-મેયરની હાજરીમાં અને ટંકરાના જીવાપર ગામે જિલ્લા પંચાયત પ્રમુખની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો ટંકારા આઇટીઆઇ ખાતે ૩૦ જૂને યોજાશે ઔદ્યોગિક ભરતી મેળો શાળા પ્રવેશોત્સવમાં કરી જાહેરાત: વાંકાનેરના ભેરડા ગામની શાળામાં પેવાર બ્લોક માટે 3 લાખની ગ્રાન્ટ આપતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી વાંકાનેરના કોઠી અને મહિકા ગામે કલેક્ટરની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો ટંકારાના વિરપર ગામે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે દુકાનમાંથી નવ મોબાઇલની ચોરી કરનાર આરોપી મુદામાલ સાથે ઝડપાયો


SHARE











મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે દુકાનમાંથી નવ મોબાઇલની ચોરી કરનાર આરોપી મુદામાલ સાથે ઝડપાયો

મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે આવેલ કામધેનુ ગોલ્ડ કોમ્પ્લેક્સમાં મોબાઇલની દુકાનને તસ્કરે નિશાન બનાવી હતી અને દુકાનની બારી તોડીને અંદર પ્રવેશ કર્યા બાદ તેમાંથી નવ મોબાઇલ ફોનની ચોરી કરવામાં આવી હતી જેથી ભોગ બનેલા યુવાને માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને ચોરી કરેલા મોબાઈલ ફોનનું વેચાણ કરવામાં આવે ત્યારે પહેલા જ ચોરાઉ મોબાઈલ ફોન સાથે પોલીસે માળિયામાંથી આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી તાલુકાના લૂંટાવદર ગામે રહેતા અર્જુનભાઈ સેવાભાઈ ખાંભલા (23) એ અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યું હતું કે ગત તારીખ 29 ના રોજ રાત્રિના 8:30 થી લઈને બીજા દિવસે સવારના 5:00 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન કોઈ અજાણ્યા શખ્સ દ્વારા મોરબીની પીપળીયા ચોકડી પાસે આવેલ કામધેનુ ગોલ્ડ કોમ્પલેક્ષમાં ફરિયાદીના કબજા વાળી દુકાનમાં બારી તોડીને અંદર પ્રવેશ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ દુકાનમાંથી જુદી જુદી કંપનીના 9 મોબાઈલ ફોનની ચોરી કરવામાં આવી હતી જેથી કરીને 50,000 રૂપિયાની કિંમતના મોબાઈલ ફોનની ચોરી થઈ હોવાની યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક આરોપીને પકડવા માટે જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરી હતી અને માળિયા તાલુકા પોલીસને બાતમી મળી હતી કે પીપળીયા ચાર રસ્તા પાસે મોબાઈલ ફોનની દુકાનમાં ચોરી કરનાર શખ્સ મોબાઇલ વેચવા માટે માળિયામાં આવેલ છે જેથી કરીને પોલીસે વોચ રાખીને શંકાસ્પદ હાલતમાં એક શખ્સને પકડ્યો હતો અને તેને ચેક કરવામાં આવતા તેની પાસેથી નવ મોબાઈલ ફોન મળી આવ્યા હતા જેથી કરીને 50,000 રૂપિયાની કિંમતના મોબાઈલ ફોન સાથે પોલીસે આરોપી ભરતભાઈ કરસનભાઈ ભાટી રહે. માંડવી જિલ્લો કચ્છ વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે






Latest News