મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ મણિલાલ સરડવા નિવૃત થતાં વિદાય સમારોહ યોજાયો મોરબીના લાલપર પાસે કાર ચાલકે સુપર કેરી ગાડીને ઉડાવતા 210 પૈકી 150 મુરઘાંના મોત: વાહન ચાલકને પગમાં ગંભીર ઇજા માળીયા (મી)માં ઇનસ્ટાગ્રામ યુવતીને મેસેજ કર્યો હોવાનો વહેમ રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે અગાઉના ઝઘડાનો ખાર રાખીને કાકા-કાકીને ત્રણ ભત્રીજાઓએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી વાંકાનેરમાં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને માર મારીને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી વાંકાનેરના દીધલીયા ગામે ગંગોત્રી સ્ટોન ખાતે રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે ખાટલા ઉપર સૂતેલા બાળકનું મોઢું ચિબી નાખતા મોત વાંકાનેરના કણકોટ ગામે આવેલ એલપીજી બોટલિંગ પ્લાન્ટના બે કર્મચારીઓએ 1.52 કરોડનો ગેસ બારોબાર વેચી નાખ્યો ! મોરબી જિલ્લો ધો. 10 માં 89.13 ટકા પરિણામ સાથે ત્રીજા ક્રમે: એ-1 ગ્રેડના 1139 વિદ્યાથીઓનો સમાવેશ
Breaking news
Morbi Today

મોરબીના જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ યોજાયો


SHARE













મોરબીના જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ યોજાયો

મોરબી,વી.સી.હાઇસ્કુલ ખાતે જી.સી.ઈ.આર.ટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ડાયટ (DIET) મોરબી દ્વારા આયોજીત ૧૧,માં જિલ્લા કક્ષાના એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલમાં મોરબી તાલુકાની 6 (છ),હળવદ,3 (ત્રણ),ટંકારા - 2 (બે) વાંકાનેર 4 (ચાર) કૃતિ શિક્ષકોએ તૈયાર કરી હતી જેમાં નેચરલ હાઈજીન મેનેજમેન્ટ ઇન સ્કૂલ, સુંદરતાનું રહસ્ય રસોડું, રમત દ્વારા અસરકારક શિક્ષણ,નો પેન્ડિગ,નો વેઇટિંગ, પઝલ દ્વારા અધ્યયન નિષ્પતીઓનું કઠિનતાથી સરળતા તરફ પ્રયાણ, ચાલો વાંચતા શીખીએ,THE RECESS-MIND BOOSTER વગેરે  શિક્ષણ ક્ષેત્રે નૂતન પ્રયોગો કરનાર શિક્ષકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.


આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી કે.એમ.મોતા  ડાયટના પ્રાચાર્ય સંજયભાઈ મહેતા,સુરેન્દ્રનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભદ્રસિંહ વાઘેલા સી.લેક્ચરર ડો.ગંગાબેન વાઘેલા, બીઆરસી કો.ઓર્ડિનેટર ચિરાગભાઈ આદ્રોજા તેમજ શિક્ષક સંગઠનના હોદેદારો તેમજ પાંચેય તાલુકામાંથી 500 જેટલા શિક્ષકોએ ઈનોવેશન ફેસ્ટિવલમાં ઉપસ્થિત રહી,તમામ ઇનોવેટર્સ સાથે રૂબરૂ મુલાકાત કરી, તેમના પ્રોજેક્ટ્સ નિહાળ્યા હતા,શિક્ષકો દ્વારા કરવામાં આવતા આવા ઇનોવેશનથી શિક્ષણની ગુણવત્તામાં વધારો થાય છે અને વિદ્યાર્થીઓને શીખવાની પ્રક્રિયામાં નવો આનંદ મળે છે. એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલને સફળ બનાવવા ડાયટ અને બીઆરસી - મોરબીની ટીમ તેમજ જિલ્લા ઇનોવેશન કોર્ડીનેટર તરીકે ડાયટ મોરબીના સંશોધન અને તાલીમ સહાયક જિજ્ઞાસાબેન રાઠોડ તેમજ માધવનભાઈ સતાણી દ્વારા ખુબજ જહેમત ઉઠાવવામાં આવી હતી.






Latest News