મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં જૂના મનદુખનો ખાર રાખીને દંપતીને ચાર મહિલા સહિત કુલ 5 લોકોએ માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી


SHARE











મોરબીમાં જૂના મનદુખનો ખાર રાખીને દંપતીને ચાર મહિલા સહિત કુલ 5 લોકોએ માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી

મોરબીના સોઓરડી વિસ્તારમાં માતાજીના મંદિર પાસે રહેતી મહિલા સાથે અગાઉ થયેલ મનદુખનો ખાર રાખીને ચાર મહિલા સહિત કુલ પાંચ વ્યક્તિઓ દ્વારા બોલાચાલી ઝઘડો કરીને ગાળો આપવામાં આવી હતી તેમજ ઢીકાપાટુનો મારમારીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે તેમજ મહિલાના પતિને ધારિયાનો ઊંધો ઘા મારીને ઇજા કરવામાં આવી હતી જેથી ઇજા પામેલ દંપતિને સારવારમાં લઈ ગયા હતા અને ત્યારબાદ મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરે છે.

મોરબીના સોઓરડી વિસ્તારમાં મેલડી માતાજીના મંદિર પાસે રહેતા પ્રભાબેન રમેશભાઈ સિચણાદા (55)એ હાલમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વિવેકભાઈ કિશોરભાઈ ધોળકિયા, ગુલાબબેન કિશોરભાઈ ધોળકિયા, વિવેકભાઈના ભાઈની પત્ની, વિવેકભાઈના ભાઈજી રાજુભાઈની પત્ની અને વિવેકભાઈના ભાઈની વિકિની પત્ની રહે. બધા સોઓરડી મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યું છે કે, ફરિયાદી સાથે અગાઉ આરોપીઓને મનદુઃખ થયું હતું તે બાબતનો ખાર રાખીને પાંચે આરોપીઓએ ફરિયાદી મહિલાને ગાળો આપીને ઢીકાપાટુનો મારમારીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે તથા વિવેક ધોળકિયાએ ફરિયાદીના પતિ રમેશભાઈ ચતુરભાઈને ઉંધા ધારિયાનો ઘા મારીને ઈજા કરી હતી જેથી ઈજા પામેલ દંપતિને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરે છે

મહિલાને મારમાર્યો

મોરબીના જુના રોડ ઉપર આવેલ જીલટોપ સિરામિક કારખાના લેવર કવાર્ટરમાં રહેતા શ્રદ્ધાબેન શ્રીવાસ્તવ (25) નામની મહિલાને તેના પતિ અને બનેવીએ માર મારતા ઈજા થઈ હતી જેથી તે મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.

વૃદ્ધા સારવારમાં

મોરબીના વેજીટેબલ રોડ પર આવેલ ભીમસર પાસે રહેતા ચંપાબેન બાબુભાઈ કુંઢીયા (70) નામના વૃદ્ધાને તેના દીકરા દ્વારા માર મારવામાં આવતા ઈજા થઈ હતી જેથી તેઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.






Latest News