મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં ગુરુવારે અધ્યયન મંડળ દ્વારા ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે કાર્યશાળાનું આયોજન


SHARE







મોરબીમાં ગુરુવારે અધ્યયન મંડળ દ્વારા ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે કાર્યશાળાનું આયોજન

મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે અધ્યયન મંડળ દ્વારા આગામી ગુરુવારે કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં ભારતીય શિક્ષણ વર્તમાન અને ભાવી વિષય ઉપર માર્ગદર્શન આપવામાં આવશે.

આવતા ગુરુવારે તા ૨૨/૦૧/૨૬ ના રોજ રાત્રે ૯ વાગ્યે માસિક બૌદ્ધિક સત્રનું આયોજન કરવામાં આવ્યું છે, આ કાર્યશાળા મોરબીના શનાળા રોડ ઉપર આવેલ હાઉસિંગ બોર્ડમાં ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે રાખવામા આવેલ છે. આ કાર્યશાળામાં સાયલા વાળા દેવેન્દ્રભાઈ દેસાઈ, સૌરાષ્ટ્ર પ્રાંત અભિલેખાગાર પ્રમુખ ભારતીય શિક્ષણ વર્તમાન અને ભાવી વિષય (ભાગ-૨) પર  માર્ગદર્શન આપશે. આ કાર્યશાળા છેલ્લા ૪ વર્ષથી સાતત્યપૂર્ણ  ચાલે છે. અને રાષ્ટ્ર જીવનને સ્પર્શતા વિવિધ વિષયોને લઈને ચર્ચામાં કરવામાં આવે છે. રાષ્ટ્રની ઉન્નતિમાં અધ્યયનશીલ અને રાષ્ટ્રપ્રેમી સારા વિચારકનું ખૂબ મોટું  યોગદાન હોય છે તો આવા રાષ્ટ્રભક્ત લોકોને આ માસિક બૌદ્ધિક મિલન (કાર્યશાળા)માં જોડાવવા માટે મોરબી અધ્યયન મંડળના સંયોજક ડો. જયેશ પનારા તેમજ સહસંયોજક વિજયભાઈ રાવલ, કમલેશભાઈ અંબાસણા અને ભાવેશભાઈ હડિયલ દ્વારા અપિલ કરવામાં આવી છે.






Latest News