મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો મોરબીમાં ઉમા ટાઉનશીપ નજીક ઉંચા આવજે ડીજે વગાડતા બે શખ્સોની સામે ગુનો નોંધાયો હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો હળવદમાં કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા: જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા
Breaking news
Morbi Today

હળવદના કડિયાણા ગામે રહેતા યુવાને બીમારીથી કંટાળીને ઝેરી દવા પીને કર્યો આપઘાત


SHARE







હળવદના કડિયાણા ગામે રહેતા યુવાને બીમારીથી કંટાળીને ઝેરી દવા પીને કર્યો આપઘાત

હળવદના કડિયાણા ગામે રહેતા યુવાનને એકાદ વર્ષની લીવરની તકલીફ હતી જેનાથી કંટાળીને યુવાનને મનોમન લાગી આવતા પોતે પોતાની જાતે ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જે બનાવની મૃતક યુવાનના દીકરાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદના નવા કડિયાણા ગામે રહેતા જાદવજીભાઈ કાનજીભાઈ વઢરેકીયા (47)ને છેલ્લા એકાદ વર્ષથી લીવરની તકલીફ હતી જેનાથી કંટાળીને તેને પોતાને મનોમન લાગી આવતા પોતાની જાતે પોતાના ઘરે ગત તા. 6/1 ના રોજ બપોરના એકાદ વાગ્યાના અરસામાં ખેતીમાં છાંટવાની ઝેરી દવા પી લીધી હતી જેથી તેને ઝેરી અસર થવાને કારણે યુવાનને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી આ બનાવની મૃતક યુવાનના દીકરા અંકિતભાઈ જાદવજીભાઈ વઢરેકિયા રહે. નવા કડિયાણા વાળાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બાઇક સ્લીપ થતાં ઇજા

મોરબીના બાપાસ રોડ ઉપર આવેલ ઉમા રિસોર્ટ પાસે બાઇક સ્લીપ થયું હતું જે બનાવમાં રાજેશ છટુરામ (17) રહે. હાલ ભગવતીપરા વાવડી રોડ મોરબી તથા પ્રમોદ હનુમાનભાઈ પટેલ (26) રહે. હાલ ગાયત્રીનગર વાવડી રોડ મોરબી વાળાને ઈજા થઈ હોવાથી ઇજા પામેલ બંને વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

મહિલાને છરી મારી

મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામ પાસે આવેલ બાલાજી ડેરી પાસે રહેતા હાલુબેન વનરાજભાઈ (32) નામની મહિલા ઉપર કોઈ અજાણ્યા શખ્સે છરીથી હુમલો કર્યો હતો અને ગાલના ભાગે ઇજા કરી હતી જેથી મહિલાને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News