મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

માળીયા (મી)ના વાધરવા ગામ નજીક આવેલ કારખાનાના લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાનનો આપઘાત


SHARE







માળીયા (મી)ના વાધરવા ગામ નજીક આવેલ કારખાનાના લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાનનો આપઘાત

માળીયા મીયાણા તાલુકાના વાધરવા ગામના પાટીયા પાસે આવેલ સીરામીક કારખાનાના લેબર કવાર્ટરમાં યુવાને ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મળતી વિગત પ્રમાણે માળીયા મિયાણા તાલુકાના વાધરવા ગામની સીમમાં આવેલ સીમપોલો નામના કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા આકાશ પ્રશાંતભાઈ કુશાન (24) નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર લેબર ક્વાર્ટરની અંદર પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા બાદ આ બનાવની માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો

જીલ્લામાં સીસીટીવી કેમેરા લગાવવા માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હોવા છતાં પણ ટંકારા તાલુકાના નેકનામ ગામ નજીક આવેલ ઇડન પોલિપેક કારખાનાની લેબર કોલોનીમાં સીસીટીવી કેમેરા રાખવામાં આવેલ ન હતા જેથી હાલમાં કારખાનેદાર દેવરાજભાઈ બચુભાઈ ગાંભવા (49) રહે. સાધુવાસવાણી રોડ સરિતા પાર્ક શુભ એપાર્ટમેન્ટ બ્લોક નંબર 102 રાજકોટ વાળાની સામે કલેક્ટરના જાહેરનામાના ભંગ સબબ ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News