મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

વાંકાનેરના ઢુવા-માટેલ રોડે આવેલ કારખાનામાં મશીનના બેલ્ટમાં માથાના વાળ ફસી જવાથી મહિલાનું મોત


SHARE







વાંકાનેરના ઢુવા-માટે રોડે આવેલ કારખાનામાં મશીનના બેલ્ટમાં માથાના વાળ ફસી જવાથી મહિલાનું મોત

વાંકાનેર તાલુકાના ઢુવા માટે રોડ ઉપર અમરધામ પાસે આવેલ સીરામીકના કારખાનામાં મહિલા કામગીરી કરી રહી હતી દરમિયાન મશીનના કન્વેયર બેલ્ટમાં તેની  સાડી ફસાઈ હતી ત્યાર બાદ તેના માથાના વાળ બેલ્ટમાં આવી ગયા હતા જેથી મહિલાને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી કરીને માથામાં ઇજા થવાથી મહિલાનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના ઢુવા માટે રોડ ઉપર આવેલ સનહાર્ટ  સીરામીકમાં રહેતા અને મજૂરી કામ કરતા કમલાબાઈ મનીરામભાઈ સોન (45) નામની મહિલા કારખાનામાં સફાઈ કામ કરી રહી હતી. દરમ્યાન ત્યાં આવેલ મશીનના કન્વેર બેલ્ટમાં અકસ્માતે તેની સાડી આવી ગઈ હતી ત્યારબાદ તે મહિલાના વાળ બેલ્ટમાં ફસાઈ ગયા હતા જેથી મહિલાને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નિપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News