મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

કાકા સાથે કેમ બોલાચાલી કરો છો તેવું કહીને હળવદના ચુપણી ગામે યુવાન સાથે 3 વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે કૌટુંબિક ભાઈઓનો હુમલો


SHARE







કાકા સાથે કેમ બોલાચાલી કરો છો તેવું કહીને હળવદના ચુપણી ગામે યુવાન સાથે 3 વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે કૌટુંબિક ભાઈઓનો હુમલો

હળવદના ચુપણી ગામે દેવીપુજક વાસમાં રહેતા યુવાનને તેના કાકા સાથે બોલાચાલી થઈ હતી જે બાબતનો ખા રાખીને તેના ત્રણ કૌટુંબિક ભાઈ લાકડાના ધોકા લઈને યુવાનના ઘર પાસે આવ્યા હતા અને કાકા સાથે કેમ બોલાચાલી કરો છો તેવું કહીને ફરિયાદી તથા સાહેદોને ગાળો આપીને ઢીકાપાટુનો તથા ધોકા વડે માર માર્યો હતો અને ફરિયાદી યુવાનને ડાબા ગાલ ઉપર છરી વડે માર મારીને ઇજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ઇજા પામેલા લોકોને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાનોએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ત્રણ શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરે છે

હળવદ તાલુકાના ચુપણી ગામે રહેતા ઘનશ્યામભાઈ ઉર્ફે ઘનો સવાભાઈ વાઘેલા (21)હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે દાજીભાઈ લાભાઇ વાઘેલા, વિક્રમભાઈ જલાભાઈ વાઘેલા, કિશનભાઇ જલાભાઈ વાઘેલા રહે. બધા ચુપણી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, ફરિયાદી સાથે તેના અને આરોપીના કાકાને બોલાચાલી થઈ હતી જે બાબતનો ખા રાખીને આરોપીઓ લાકડાના ધોકા લઈને ફરિયાદીના ઘર પાસે આવ્યા હતા અને કાકા સાથે કેમ બોલાચાલી કરો છો તેવું કહીને ફરિયાદી તથા સાહેદોને ગાળો આપી હતી અને ઢીકાપાટુનો માર માર્યો હતો ત્યારે દાજીભાઈએ તેની પાસે રહેલ છરી વડે ફરિયાદીને ડાબા ગામાં ઇજા કરી હતી જ્યારે ત્રણેય આરોપીઓએ લાકડાના ધોકા વડે ફરિયાદી તથા સંજયભાઈ અને વિઠ્ઠલભાઈને માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ઇજા પામેલા ત્રણેય વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.




Latest News