મોરબીની મહિલાએ લક્ઝરી ક્લબમાં એક લાખ ભર્યા છતાં સેવામાં ખામી હોય વ્યાજ સહિત પૈસા ચૂકવવા અદાલતે કર્યો આદેશ, શુક્રવારે રાતે આયુર્વેદ અનુસાર દિનચર્યા ઉપર વક્તવ્ય મોરબીના બરવાળા નજીક રિક્ષા અને ડબલ સવારી વચ્ચે સર્જાયેલ અકસ્માતના બનાવમાં ખેવારીયા ગામના 2 અશસ્પદ યુવાનોના મોત મોરબી મહાપાલિકામાં વહીવટદારના શાસનમાં નજૂર થયેલ બે ગાર્ડન રદ્દ, મણિમંદિર પાસે ડેવલોપમેન્ટની ડિઝાઇન ચેન્જ કચ્છના કટારિયા ખાતે મોરબીના રાજા વિશાલસિંહના અધ્યક્ષ સ્થાને સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો હૃદયના ધબકારા સાથે જ્યાં ધબકે છે બાળકોનું ખિલખિલાટ: મોરબી સિવિલ હોસ્પિટલનું SNCU બન્યું નવજાત શિશુઓના સુરક્ષિત ભવિષ્યની સંજીવની મોરબી જિલ્લામાં વિશ્વ AMR જાગૃતિ સપ્તાહનો પ્રારંભ: જનજાગૃતિ માટે ૨૪ નવેમ્બર સુધી વિશેષ અભિયાન મોરબીમાં કલેક્ટર કચેરીમાં યોજાયેલ ટાઈપિંગ સ્પર્ધામાં કલેક્ટરે પણભાગ લીધો  વેરાન વીડી બની લીલીછમ: મોરબીના કાલીકાનગર પાસે વીડીમાં ઘાસચારાની વિપુલ તકો
Breaking news
Morbi Today

મોરબીમાંથી 21 બોટલ દારૂ સાથે એક શખ્સની ધરપકડ


SHARE







































મોરબીમાંથી 21 બોટલ દારૂ સાથે એક શખ્સની ધરપકડ

મોરબીના વીસીપરામાં ભારત ફ્લોર મિલની બાજુમાંથી એક શખ્સ પસાર થઈ રહ્યો હતો તે શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની 21 બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે 21,000 નો દારૂ કબ્જે કરીને આરોપીની ધરપકડ કરી હતી.

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ અમરેલી રોડ ઉપર ભારત ફ્લોર મિલની બાજુમાંથી એક શખ્સ પસાર થઈ રહ્યો હતો તેને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની 21 બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે 21,000 રૂપિયાની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપી હુસેનભાઇ ઉર્ફે બાબા આલમભાઈ સામતાણી (32) રહે. વીસીપરા મદીના સોસાયટી મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.

વૃદ્ધ સારવારમાં

મોરબીના ખાખરાળા ગામે રહેતા છબીબેન છગનભાઈ વડાવીયા (60) નામના વૃદ્ધા બાઈકમાં બેસીને જઈ રહ્યા હતા ત્યારે ગામમાં આવેલ મંદિર પાસે તેઓ બાઈકમાંથી નીચે પડી ગયા હતા જેથી કરીને તેમને ઇજા થતાં તેઓને સારવાર માટે મોરબીની ઓમ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

એક્ટિવા સ્લીપ થતાં ઇજા

મોરબીના ત્રાજપર વિસ્તારમાં રહેતા મહેશભાઈ બાબુભાઈ આંત્રેસા (37) નામનો યુવાન સામાકાંઠા વિસ્તારમાં હાઉસિંગ બોર્ડ નજીકથી પોતાનું એકટીવા લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના એકટીવાની આડે કૂતરું આવતા વાહન સ્લીપ થયું હતું અને અકસ્માત થયો હતો જે બનાવમાં ઇજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.

મારામારીમાં ઇજા

મોરબીના કાંતિનગરમાં રહેતા ઝરીનાબેન અનવરભાઈ માલાણી (40) નામની મહિલાને મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.
















Latest News