મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી
Breaking news
Morbi Today

રાજ્ય મંત્રી અને મોરબીના ધારાસભ્યના પ્રયાસોથી માળિયા (મી)ના CCI કેન્દ્રમાં સપ્તાહમાં ત્રણ દિવસ કપાસની ખરીદી કરાશે


SHARE







રાજ્ય મંત્રી અને મોરબીના ધારાસભ્યના પ્રયાસોથી માળિયા (મી)ના CCI કેન્દ્રમાં સપ્તાહમાં ત્રણ દિવસ કપાસની ખરીદી કરાશે

માળિયા (મી)ના ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે અને માળીયાના સીસીઆઈ ખરીદ કેન્દ્ર ખાતે સપ્તાહમાં બે દિવસ જ ખરીદી થતી હતી જો કે રાજ્ય મંત્રી અને મોરબીના ધારાસભ્યના પ્રયાસોથી હવે સપ્તાહમાં ત્રણ દિવસ કપાસની ખરીદી કરવામાં આવશે.

માળીયા મિયાણા તાલુકાનાં સીસીઆઈ કેન્દ્રમાં બે જ દિવસ ખરીદી કરવામાં આવતી હતી જેથી કરીને ખેડૂતોને કપાસ વેચાણમાં વિલંબ થતો હતો જેથી કરીને કપાસ ખરીદી ઝડપથી કરવામાં આવે અને ખેડૂતોનો કપાસ સમયસર વેચાઈ જાય તે માટે માળિયા પંથકના ખેડૂતો અને તાલુકા ભાજપના આગેવાનો દ્વારા રાજ્ય મંત્રી અને મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને કપાસ ખરીદીના દિવસ વધારવા માટેની રજૂઆત કરી હતી જેથી કરીને કાંતિભાઈ અમૃતિયાએ કરેલા પ્રયાસોથી હવે માળીયા (મી)ના સીસીઆઈ કેન્દ્રમાં કપાસ ખરીદી માટેનો સમય બે દિવસથી વધારી ત્રણ દિવસ કરવામાં આવેલ છે જેથી સોમવારથી સપ્તામાં ત્રણ દિવસ માળીયાના ખેડૂતો તેમનો કપાસ ત્યાં વેચી શકશે.






Latest News