મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી ગુજરાત બાર કાઉન્સીલમાં સતત ચોથી વાર ચૂંટાયેલા દિલીપભાઇ પટેલનું મોરબીમાં વાજતે ગાજતે સ્વાગત કરાયું મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં અકસ્માતથી ગાડીમાં થયેલ નુકશાન ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ


SHARE











મોરબીમાં અકસ્માતથી ગાડીમાં થયેલ નુકશાન ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ

મોરબી ત્રાજપર વિસ્તારમાં રહેતા વ્યક્તિએ પોતાની ગાડીનો વીમો રોયલ સુંદરમ ઇન્સ્યોરન્સમાંથી લીધેલ હતો. તેઓ માળીયાથી મોરબી આવતા હતા ત્યારે ટ્રક ડ્રાઈવરે અચાનક બ્રેક મારતા તેની ગાડી પાછળના ભાગે ભટકાતા ગાડીને નુકશાન થયું હતું અને ,૨૨,૭૫૦ નું નુકશાન થયેલ હોવાની વીમા કંપનીને જાણ કરેલ હતી તો પણ વીમા કંપનીએ વીમો આપવાની ના પાડતા ભોગ બનેલા વ્યક્તિએ મોરબી શહેર/ જિલ્લા ગ્રાહક સુરક્ષાના પ્રમુખ દ્રારા ગ્રાહક અદાલતમાં કેસ કાર્યો હતો. જેમાં કોર્ટે ૧૨૨૭પ૦ રૂપિયા તા. ૧૫/૩/૨૫ થી છ ટકાના વ્યાજ સાથે ચૂકવવા માટે હુકમ કરલે છે અને વીમા કંપની સમય મર્યાદામાંના ચુકવે તો નવ ટકાના વ્યાજ અને ૫૦૦૦ ખર્ચ સાથેના ચુકવવા આદેશ કરેલ છે.

આ કેસની વિગત એવી છે કે, મોરબી ત્રાજપર ના વતની પરેશભાઈ મનુભાઈ ગોલતરપોતાની ગાડી લઈને માળિયાથી મોરબી આવતા હતા તેની આગળ ટ્રક જતો હતો અને ટ્રકના ડ્રાઇવરે ઓચીતાની બ્રેક મારતા પરેશભાઈ મનુભાઈ ગોલતરને નુકશાન થયેલ હતું અને તેનો કુલ ખર્ચ ૧રર૭પ૦ થયેલ હતો તેઓનો વીમો રોયલ સુંદરમ લાઇફ ઇન્સ્યોરન્સ કંપની હતો. અને વીમા માટે તમામ કાગળો આપવા છતા રેપ્યુડ લેટરથી ફરીયાદીના કલેઈમાં એવું કારણ આપેલ કે ગુગલ ટાઇમ લાઇનથી અકસ્માત સમયે ફરીયાદી હાજર ન હતા તેથી વીમો મળે નહી અદાલતે કહ્યું કે વીમા કંપની રેપ્યુર્ડ લેટરથી બહારનો કોઈ બચાવ કરી શકે નહી ફરીયાદી હાજર હોય કે ના હોય ગાડીનો વીમો છે તેને પ્રીમીયમ ભરેલ છે તેમજ સર્વેયરે નુકશાનીનો આકડો રૂા. ૧૦૩૭૨૮/- આપેલ છે માટે વીમા કંપનીની સેવામાં ખામી છે તેથી વીમા કંપનીએ પરેશભાઈ મનુભાઈ ગોલતરને ૧૦૩૭૨૮ તથા પ૦૦૦ ખર્ચના તા. ૧૫/૩/૨૫ થી છ ટકા લેખે ચુકવવાના અને સમય મર્યાદામાં ચુકવવામાં નહી આવે તો નવ ટકા લેખે ચુકવવાનો આદેશ કરવામાં આવેલ છે.




Latest News