મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

સોશ્યલ મીડિયાના મેસેજ બાદ ધમા ચકરડી: મોરબીમાં અજંતા કંપનીના પૂર્વ કર્મચારી પાસે આધાર-પુરાવા હોવા જોઈએ પછી ગ્રેચ્યુટી માટે લેબર કોર્ટમાં કેસ થાય


SHARE







સોશ્યલ મીડિયાના મેસેજ બાદ ધમા ચકરડી: મોરબીમાં અજંતા કંપનીના પૂર્વ કર્મચારી પાસે આધાર-પુરાવા હોવા જોઈએ પછી ગ્રેચ્યુટી માટે લેબર કોર્ટમાં કેસ થાય

મોરબીમાં આવેલ અજંતા કંપનીમાં કામ કરતા પૂર્વ કર્મચારીઓને ગ્રેચ્યુટી મળવાની છે તેવો મેસેજ સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો જેથી અજંતા કંપનીમાં અગાઉ કામ કરતાં હોય તેવા કર્મચારીઓ અને તેના પરિવારજનો ગ્રેચ્યુટીનો લાભ લેવા માટે મંગળવારના રોજ સવારે મોરબીના ગેસ્ટ હાઉસ રોડ ઉપર આવેલ એડ્વોકેટની ઓફિસે પહોચ્યા હતા. અને ત્યારબાદ તે પૈકીનાં ઘણા લોકો અજંતા કંપની ખાતે દોડી ગયા હતા જોકે, કંપનીના કર્મચારી દ્વારા આ વાતને અફવા ગણાવી છે.

મોરબીના ગેસ્ટ હાઉસ રોડ ઉપર એડવોકેટ યોગેશભાઈ રાઠોડની ઓફિસ આવેલ છે અને તેઓ લેબર કોર્ટમાં વર્ષોથી પ્રેક્ટિસ કરી રહ્યા છે અને થોડા સમય પહેલા તેઓએ અજંતા કંપનીમાં કામ કરતા 15 થી વધુ પૂર્વ કર્મચારીઓનો લેબર કોર્ટમાં કેસ કરીને ગ્રેચ્યુટી અપાવી હતી જેથી સોશિયલ મીડિયામાં તેને લાગતો એક મેસેજ વાયરલ થયો હતો જેમાં અજંતા કંપનીમાં અગાઉ જે કર્મચારીઓએ કામ કર્યું હોય તેમને ફોર્મ ભરવાથી ગ્રેચ્યુટી મળશે તેવું લખવામાં આવ્યું હતું. જેથી કરીને મંગળવારના રોજ સવારે એડવોકેટની ઓફિસે મોટી સંખ્યામાં મહિલાઓ સહિતના લોકો એકત્રિત થયા હતા. જોકે એડવોકેટ તેઓની મોટી ઉંમર અને નાદુરસ્ત તબિયતના લીધે હાલમાં અમદાવાદ ખાતે તેમના દીકરાના ઘરે રહે છે અને તેઓની સારવાર ચાલી રહી છે. જેથી એડ્વોકેટની ઓફિસ બંધ હોવાથી મહિલાઓ સહિતના ઘણા લોકો રાજકોટ રોડ ઉપર આવેલ અજંતા કંપનીએ પહોંચ્યા હતા. પરંતુ અજંતા કંપની દ્વારા આ પ્રકારની કોઈ પણ વાત કે જાહેરાત કોઈપણ જગ્યાએ કરવામાં આવી નથી જેથી આ મેસેજને અફવા ગણાવેલ છે.

દરમિયાન એડવોકેટ યોગેશભાઈ રાઠોડના મોબાઈલ ફોન ઉપર તેઓનો સંપર્ક કરવા માટેનો પ્રયાસ કરતાં તેઓના દીકરા સાથે ફોન ઉપર વાત થઈ હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે, તેમના પિતા વર્ષોથી લેબર કોર્ટમાં એડ્વોકેટ તરીકે પ્રેક્ટિસ કરે છે અને તેમના માધ્યમથી અજંતા કંપનીના પૂર્વ કર્મચારીઓ પૈકી ૧૫ થી વધુ કર્મચારીઓને ગ્રેચ્યુટી અપાવવામાં આવી હતી જેથી પાંચ વર્ષ કે તેથી વધુ અજંતા કંપનીમાં જે કર્મચારીઓ દ્વારા કામ કરવામાં આવ્યું હોય અને તેમની પાસે લીગલી આધાર પુરાવા હોય તો આવા કર્મચારીઓના ફોર્મ ભરીને તેના આધારે ભવિષ્યમાં લેબર કોર્ટમાં કેસ કરવામાં આવે અને ત્યારબાદ કોર્ટના આદેશ મુજબ તેઓને મળવા પાત્ર થતી ગ્રેચ્યુટીની રકમ પૂર્વ કર્મચારીઓને મળી શકે છે. અત્રે ઉલ્લેખની છે કે, કોઈપણ કર્મચારી દ્વારા જો પાંચ વર્ષ કે તેથી વધુ સમયગાળા દરમિયાન કંપનીમાં કામ કરે તો નિયમ પ્રમાણે તેમના છેલ્લા પગારના અઢી ગણા રૂપિયા તેઓને ગ્રેચ્યુટી મળી શકે છે.




Latest News