મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના હળવદ અને ટંકારા તાલુકાના ગામડાંઓ પડ્યો કમોસમી વરસાદ


SHARE







મોરબી જિલ્લાના હળવદ અને ટંકારા તાલુકાના ગામડાંઓ પડ્યો કમોસમી વરસાદ

મોરબી જિલ્લાના હળવદ અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ગઈકાલે મોડી સાંજે કમોસમી વરસાદ શરૂ થયો હતો અને ગણતરીની કલાકમાં લોકોના ઘર અને શેરીમાંથી વરસાદી પાણી વહેતા થઈ ગયા હતા જેથી શિયાળુ પાક લેવા માટે થઈને ખેતરોમાં વાવેતર કરનારા ખેડૂતો હાલમાં મૂંઝવણમાં મુકાઈ ગયા છે અને આ કમોસમી વરસાદના કારણે ખેતીના પાકોને નુકસાની થાય તેવી શક્યતા છે.

રાજ્યના હવામાન વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદ થશે તેવી આગાહી કરવામાં આવી હતી દરમિયાન મોરબી જિલ્લાની વાત કરીએ તો હળવદ તાલુકાના કોયબા, ઘનશ્યામપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં તેમજ ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મોડી સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભર શિયાળે વરસાદ શરૂ થયો હતો હાલમાં કોમોસમી વરસાદ પડવાના કારણે લોકોના ઘર અને શેરીઓમાંથી વરસાદી પાણી વહેવા લાગ્યા હતા અને ખેડૂતોના ખેતરની અંદર પણ વરસાદી પાણી ભરાવાના કારણે તેઓએ શિયાળુ પાક લેવા માટે થઈને કરેલ મહેનત, મજૂરી અને વાવેતરમાં નુકસાન થાય તેવી શક્યતાઓ હાલમાં દેખાઈ રહી છે. સમગ્ર મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ છૂટો છવાયો પડી રહ્યો છે અને કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો હતો. જોકે, આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ખેતરમાં ઉભા પાક તથા મગફળી, કપાસ સહિતના જે પાક તૈયાર થઈ ગયા છે અને વેચાણ કરવાનું બાકી છે તેવા પાકોને નુકસાન થાય તેવી શક્યતા હાલમાં દેખાઈ રહી છે.






Latest News