મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન
Breaking news
Morbi Today

મોરબી મહાપાલિકાને એક વર્ષ પૂર્ણ, ધારાસભ્ય અને કમિશનરની હાજરીમાં કરાઈ ભવ્ય આતિશબાજી


SHARE











મોરબી મહાપાલિકાને એક વર્ષ પૂર્ણ, ધારાસભ્ય અને કમિશનરની હાજરીમાં કરાઈ ભવ્ય આતિશબાજી

મોરબી મહાપાલિકાની રચના કરવામાં આવી તેને એક વર્ષ પૂર્ણ થયું છે ત્યારે મોરબી નજીકના સનાળા ગામ પાસે આવેલ પટેલ સમાજ વાડી ખાતે ગઈકાલે આતિશબાજીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ટંકારાના ધારાસભ્ય, મોરબીની મહાપાલીકાના કમિશનર સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ, રાજકીય આગેવાનો તથા મોટી સંખ્યામાં નગરજનો હાજર રહ્યા હતા અને આગામી વર્ષમાં લોકોને સારા ગાર્ડન, લાયબ્રેરી, કોમ્યુનિટી હોલ, સારા રોડ રસ્તા સહિતની અનેક સુવિધાનો લાભ મળશે તેવું કમિશનરે જણાવ્યું છે

રાજ્યમાં ગત તા. 1/1/25 પહેલા 8 મહાનગરપાલિકાઓ હતી અને ત્યારબાદ ગુજરાત સરકાર દ્વારા એકીસાથે નવી 9 નગરપાલિકાઓની રચના કરી હતી જેમાં મોરબી નગરપાલિકાને પણ મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ મહાનગરપાલિકાના પ્રથમ કમિશનર તરીકે સ્વપ્નિલ ખરેની નિમણૂક કરવામાં આવી હતી. છેલ્લા એક વર્ષથી મોરબી શહેરના લોકોની સુખાકારીમાં વધારો થાય તેમજ ગેરકાયદેસર જે કોઈ બાંધકામો હોય તે તોડવા સહિતની કામગીરી તેઓના માર્ગદર્શન હેઠળ જુદા જુદા વિસ્તારોની અંદર કરવામાં આવી રહી છે દરમિયાન મોરબી મહાનગરપાલિકા બની તેને એક વર્ષ પૂર્ણ થતું હોય મોરબી નજીકના સનાળા ગામ પાસે આવેલ પટેલ સમાજ વાડી ખાતે ગઈકાલે આતિશબાજીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. 

જેમાં ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી મહાપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરે, ડેપ્યુટી કમિશનર કુલદીપસિંહ વાળા અને સંજય સોની સહિતના જુદા જુદા વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં મોરબીના નગરજનો હાજર રહ્યા હતા વધુમાં માહિતી આપતા મોરબી મહાપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું હતું કે મહાપાલિકાને સફળતાપૂર્વક એક વર્ષ પૂર્ણ થયું છે ત્યારે 4.50 લાખ રૂપિયાના ખર્ચે 40 મિનિટ સુધી આતિશબાજીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આગામી સમયમાં મોરબીના લોકોને સારા ગાર્ડન, સારી લાઇબ્રેરી, સારા રોડ રસ્તા સહિતની સુવિધાઓ મળે તેના માટેના વિકાસ કામો હાથ ધરવામાં આવશે.






Latest News