મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન
Breaking news
Morbi Today

ગેસના ભાવની વધ-ઘટથી મોરબીના સિરામિક ઉદ્યોગકારોમાં કહી ખુશી કહી ગમ: દૈનિક 65 લાખના ફાયદા સામે 1.40 કરોડનું ભારણ વધી ગયું


SHARE











સિરામિક ઉદ્યોગકરોમાં કહી ખુશી કહીં ગમ: નેચરલ ગેસના ભાવમાં 4.50 રૂપિયાનો ઘટાડો, પ્રોપેન ગેસના ભાવમાં 2.50 રૂપિયાનો વધારો

ગુજરાત સરકાર દ્વારા સિરામિક ઉદ્યોગમાં આપવામાં આવતા નેચરલ ગેસના ભાવમાં 4.50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે અને તેની અમલવારી આજથી શરૂ કરવામાં આવી છે જ્યારે બીજી બાજુ મોરબીના સીરામીક ઉદ્યોગકારો દ્વારા નેચરલ ગેસના વિકલ્પ તરીકે મોટા પ્રમાણમાં પ્રોપેન ગેસનો ઉપયોગ કરવામાં આવે છે અને પ્રોપેન ગેસના ભાવમાં આજથી 2.5 રૂપિયાનો વધારો થયો છે એટલે કે ગુજરાત સરકાર દ્વારા મોરબીમાં ઉદ્યોગકારોને નેચરલ ગેસમાં ફાયદો કરવામાં આવ્યો છે ત્યાં મોટા પ્રમાણમાં જે પ્રોપેન ગેસનો વપરાશ કરવામાં આવે છે તેમાં 2.50 રૂપિયાનો વધારો થતા દૈનિક 65 લાખના ફાયદા સામે અંદાજે 1.40 કરોડનું ભારણ મોરબીના સિરામિક ઉદ્યોગકારો ઉપર વધી જશે તેવું કહીએ તો તેમાં જરા પણ અતિશયોક્તિ નથી

મોરબીની આસપાસના વિસ્તારમાં વિશ્વ કક્ષાનો સિરામિક ઉદ્યોગ આવેલ છે અને ત્યાં સીરામીક પ્રોડક્ટનું ઉત્પાદન કરવા માટે થઈને હાલમાં નેચરલ ગેસ તથા પ્રોપેન ગેસનો સીરામીક ઉદ્યોગકારો દ્વારા ઉપયોગ કરવામાં આવતો હોય છે સામાન્ય રીતે નેચરલ ગેસના ભાવ કરતાં પ્રોપેન ગેસનો ભાવ નીચો રહેતો હોવાના કારણે મોરબીના મોટાભાગના સીરામીક ઉદ્યોગકારો દ્વારા હાલમાં પ્રોપેન ગેસનો ઉપયોગ કરીને સિરામિક પ્રોડક્ટનું ઉત્પાદન કરવામાં આવતું હોય છે પરંતુ જો વાત કરીએ નેચરલ ગેસની તો ગુજરાત સરકાર દ્વારા નેચરલ ગેસના ભાવમાં આજથી 4.50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે એટલે કે ગઈકાલ સુધી જે નેચરલ ગેસ મોરબીના સીરામીક ઉદ્યોગકારોને 45.50 ના પ્રતિ કયુબીક મીટર ભાવથી મળતો હતો તે હવે અંદાજે 40 રૂપિયા પ્રતિ ક્યુબિક મીટરના ભાવથી ઉદ્યોગકારોને આજથી મળવા લાગ્યો છે આમ જોવા જઈએ તો મોરબીના સિરામિક ઉદ્યોગકારોને ફાયદો થયો છે તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે

પરંતુ વાસ્તવિકતા ઉપર નજર કરીએ તો મોરબીની આસપાસના સીરામીક ઉદ્યોગમાં સરેરાશ દૈનિક 70 લાખ ક્યુબિક મીટર જેટલો ગેસ સીરામીક પ્રોડક્ટના ઉત્પાદન માટે ઉપયોગમાં લેવામાં આવી રહ્યો છે જેમાં 55 લાખ ક્યુબીક મીટર જેટલો પ્રોપેન ગેસ અને માત્ર 16 લાખ ક્યુબિક મીટર જેટલો નેચરલ ગેસ ઉપયોગમાં લેવામાં આવે છે હાલમાં ગુજરાત સરકાર દ્વારા જે 4.50 રૂપિયાનો ભાવ ઘટાડો કર્યો છે તેનો લાભ માત્ર જે લોકો નેચરલ ગેસનો ઉપયોગ કરીને સિરામિક પ્રોડક્ટનું ઉત્પાદન કરે છે તેમને જ મળવાનો છે અને આ ભાવ ઘટાડાથી મોરબીમાં નેચરલ ગેસનો ઉપયોગ કરીને સિરામિક પ્રોડક્ટનું ઉત્પાદન કરતા ઉદ્યોગકારોને દૈનિક અંદાજે 65 લાખ રૂપિયા જેવો ફાયદો થશે. તેવું મોરબી સિરામિક એસો.ના પ્રમુખ મનોજભાઈ એરવાડિયાએ જણાવ્યું છે.

જ્યારે બીજી બાજુ મોરબીમાં દૈનિક 55 લાખ ક્યુબિક મીટર જેટલો પ્રોપેન ગેસ વાપરવામાં આવે છે તેના ભાવમાં છેલ્લા એક અઠવાડિયામાં બે વખત વધારો કરવામાં આવ્યો અને કારણે અઢી રૂપિયા જેટલો ભાવ વધારો થઈ ગયો છે આમ મોરબીમાં પ્રોપેન ગેસનો ઉપયોગ કરીને સિરામિક પ્રોડક્ટનું ઉત્પાદન કરતા ઉદ્યોગકારોને દૈનિક 1.40 કરોડથી વધુનું ભારણ વધી ગયું છે જેથી સિરામિક ઉદ્યોગકારોમાં કહી ખુશી કહીં ગમ જેવો માહોલ જોવા મળી રહ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત ગેસ કંપની દ્વારા ગેસના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હોવાની જાહેરાત થતાની સાથે જ કારખાનેદારો પાસેથી અન્ય રાજ્યોમાં બેઠેલા તેમના વેપારીઓ દ્વારા તૈયાર પ્રોડક્ટના ભાવમાં ઘટાડો કરવા માટેની ડિમાન્ડ કરવામાં આવતી હોય છે. જોકે વાસ્તવિકતા એ છે કે, આ ભાવ ઘટાડાનો લાભ માત્ર નેચરલ ગેસનો ઉપયોગ કરી સીરામીક પ્રોડક્ટનું ઉત્પાદન કરતા ઉદ્યોગકારોને જ મળવાનો છે અને મોરબીમાં પ્રોપેન ગેસનો ઉપયોગ કરીને સીરામીક પ્રોડક્ટનું ઉત્પાદન કરતા ઉદ્યોગકરોની સંખ્યા ખૂબ મોટી છે ત્યારે ઉદ્યોગકારોની મુશ્કેલી આ ભાવ ઘટાડાના કારણે વધી હોય તેઓ માહોલ જોવા મળી રહ્યો છે.






Latest News