મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબીના બેલા નજીક કારખાનામાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત


SHARE







મોરબીના બેલા નજીક કારખાનામાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત

મોરબીના બેલા ગામની સીમમાં આવેલ કારખાનામાં કામ કરતાં સમયે યુવાનને પગમાં ઈજા થઈ હતી જેથી તેને પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી આ બનાવની મૃતક યુવાનના પિતાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ ઝારખંડનો રહેવાસી અને હાલમાં મોરબીના બેલા રોડ ઉપર આવેલ ફ્યુઝન સિરામિક નામના કારખાનામાં હેતો અને મજૂરી કામ કરતો પ્રતાપભાઈ શૈલાબભાઇ સાવૈયા (22) નામનો યુવાન ગત તા. 24/11 ના રોજ કારખાનાની અંદર કામ કરતો હતો ત્યારે તેને પગમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાર બાદ તેને વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈને ગયા હતા અને ત્યાં બેભાન હાલતમાં ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતુ જેથી શૈલાબભાઇ સુરેશભાઈ સાવૈયા (55) રહે. ઝારખંડ વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

યુવાન સારવારમાં

મોરબીના જેતપર ગામે રહેતા જીગ્નેશ ધરમશીભાઈ દેત્રોજા (32) નામના યુવાનને અજાણ્યા માણસે માર મારતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના ચાચાપર ગામે રહેતો જીતેન્દ્ર રાઈસિંગભાઈ (30) નામનો યુવાન રાજપર અને ચાચાપર વચ્ચેથી બાઇક લઈને જઈ રહ્યો હતો ત્યારે અકસ્માત થયો હતો જે બનાવમાં ઈજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.






Latest News