મોરબીના લખધીરપુર રોડ ઉપર રિક્ષા ચાલકે હડફેટે લેતા રાહદારી યુવાનને માથામાં હેમરેજ મોરબીના રંગપર નજીક કામે જવા માટે ઉભેલા યુવાન ઉપર બે શખ્સોએ કર્યો છરી વડે હુમલો ટંકારાના ઘુનડા ગામે વાડીના કૂવામાંથી 40 કિલો કોપર વાયરની ચોરી ટંકારાના નેકનામ પડધરી રોડ ઉપરનો બનાવ: ટ્રક ચાલકે સ્કૂટરને હડફેટે લેતા ટાયરના જોટા નીચે કચડાઈ જવાથી વૃદ્ધનું મોત મોરબી નજીક કારખાનના માટી વિભાગમાં કામ કરતાં યુવાનનું હાર્ટ એટેકથી મોત મોરબીમાં જન્માષ્ટમીની શોભાયાત્રાનું આયોજન અને ગેરકાયદે કતલખાનાઓ બંધ કરાવવા હિન્દુ સંગઠનની બેઠક યોજાઇ મોરબી શહેર-તાલુકામાં જુગારની 3 રેડમાં 1.54 લાખની રોકડ સાથે 17 શખ્સો પકડાયા મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી વ્યાસ યુવા સંગઠન દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ: મેલોડી ઇલેવન ટીમ વિજેતા


SHARE







મોરબી વ્યાસ યુવા સંગઠન દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ: મેલોડી ઇલેવન ટીમ વિજેતા

મોરબી વ્યાસ યુવા સંગઠન દ્વારા તારીખ 28 ને રવિવારના રોજ ધ રોઅર ક્રિકેટ એકેડેમીના મેદાન ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું સુંદર આયોજન કરવામાં આવ્યુ હતુ. મોરબી મચ્છુકાંઠામાં રહેતા તમામ વ્યાસ યુવાનો દ્વારા ક્રિકેટ ઓક્શન કરવામાં આવેલ હતું.

જેમાં ચાર ટીમના 04 ઓનર અને 04 કેપ્ટન ઓપ્શનમાં બેઠા હતા. જેમાં ધનશ્રી 11, મેલડી 11, એમ્પરર 11 અને નટખટ 11 એમ મળીને કુલ 04 ટીમ હતી. જેમાં 66 જેવા યુવાનોએ રજીસ્ટ્રેશન કરેલ હતું. દરેક ટીમમાં 12- 12 સભ્યો એમ ચાર ટીમ બનાવી હતી. જેમાં મહેમાનો ને બેસવા માટે મંડપ સર્વિસ, સાઉન્ડ, ચા પાણી અને નાસ્તો વગેરેની વ્યવસ્થા કરવામાં આવી હતી. અને સવારે આઠ વાગ્યાથી જ વારાફરતી ચારે ચાર ટીમો વચ્ચે ક્રિકેટનો મુકાબલો થયો હતો. જેમાં અંતે મેલડી 11 ટીમ વિજેતા બની હતી. જયારે એમ્પોરર 11 રનરઅપ રહી હતી. ટુર્નામેન્ટ સમાપન બાદ વ્યાસ જ્ઞાતિના અગ્રણીઓ અને મોભીઓ, યુવા સંગઠનના મિત્રોના હાથે વિજેતા ટીમને, રનર અપ ટીમને તેમજ સૌથી સારી બોલિંગ કરનાર, સૌથી સારી બેટિંગ કરનાર તમામને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આગામી સમયમાં યુવાનો સમાજમાં આવા અનેકાનેક કાર્યક્રમ કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી.






Latest News