મોરબી રવિરાજ ચોકડી પાસે ડબલ સવારી બાઇકને અજાણ્યા વાહન ચાલકે હેડફેટે લેતા બે યુવાનોના મોત મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાશે મોરબી સહિત ગુજરાતનાં મીઠા ઉદ્યોગના વિકાસ માટે શિક્ષણ-સંશોધન માટે કોલેજની સ્થાપના કરવા પ્રધાનમંત્રીને મરીન સોલ્ટ મેન્યુ. એસો.એ કરી રજૂઆત મોરબી જીલ્લા રાજપૂત સમાજના નવા હોદેદારોની વરણી માટે રવિવારે સાધારણ સભા મારી બહેનને કેમ હેરાન કરો છો તેવું કહીને મોરબીમાં પુત્રવધૂના ભાઈએ મહિલાને મારમાર્યો મોરબીના લખધીરપુર રોડ ઉપર રિક્ષા ચાલકે હડફેટે લેતા રાહદારી યુવાનને માથામાં હેમરેજ મોરબીના રંગપર નજીક કામે જવા માટે ઉભેલા યુવાન ઉપર બે શખ્સોએ કર્યો છરી વડે હુમલો ટંકારાના ઘુનડા ગામે વાડીના કૂવામાંથી 40 કિલો કોપર વાયરની ચોરી
Breaking news
Morbi Today

અનોખો પ્રયાસ: મોરબીમાં ટ્રાફિકના નિયમન માટે હાથમાં તીર કામઠા સાથે વાહન ચાલકોને અપીલ


SHARE







અનોખો પ્રયાસ: મોરબીમાં ટ્રાફિકના નિયમન માટે હાથમાં તીર કામઠા સાથે વાહન ચાલકોને અપીલ

મોરબીમાં ટ્રાફિકજામ સહિતના ટ્રાફિકને લગતા ઘણા પ્રશ્નો છે ત્યારે મોરબીના તખ્તસિંહજી રોડ ઉપર ચારે બાજુ ટ્રાફિક હતો ત્યારે હાથમાં તીર કામઠા લઈને આવેલ બહુરૂપી વાહન ચાલકોને થંભાવી દીધા હતા અને મોરબીના લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટેની તેના દ્વારા પોલીસની હાજરીમાં અપીલ કરવામાં આવી હતી. 

ગુજરાતમાં વાહન ચાલકો દ્વારા ટ્રાફિકના નિયમોનું પાલન કરવામાં આવે તેના માટે સરકાર દ્વારા તેમજ જુદીજુદી સંસ્થાઓ દ્વારા ઘણા પ્રયાસો કરવામાં આવે છે તો પણ રોંગ સાઈડ ડ્રાઇવિંગ સહિતના પ્રશ્નો ઊભા છે અને લોકોને ટ્રાફિકજામ સહિતની પીડા સહન કરવી પડે છે ત્યારે મોરબીમાં ટ્રાફિકના નિયમન માટે હાથમાં તીર કામઠા લેવામાં આવ્યા હતા આ વાત જાણીને આશ્ચર્ય થાય તેવી છે પરંતુ આ વાત સાચી છે મોરબીના તખ્તસિંહજી રોડ ઉપર સોમવારે બપોરે ચારે બાજુ ટ્રાફિક હતો ત્યારે એક બહુરૂપી દ્વારા રસ્તા ઉપર લાઇન બંધ હોય ત્યારે વાહનો ઊભા રાખવા માટે અપીલ કરવામાં આવતી હોય તેવો વિડીયો સોશયલ મીડિયામાં વાયરલ થયેલ છે જેમાં આદિવાસીના રૂપમાં નીકળેલ બહુરૂપીએ મોરબીના વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટેની અપીલ કરી હતી. ત્યારે જોવું એ રહ્યું કે વર્ષે ટ્રાફિકના નિયમોના ભંગ માટે લાખો નહીં કરોડો રૂપિયા ભરતા મોરબીના વાહન ચાલકો દ્વારા બહુરૂપીની અપિલને ધ્યાને લઈને ટ્રાફિકના નિયમનું પાલન કરવામાં આવે છે કે નહીં.






Latest News