મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબી OSEM સ્કૂલ ખાતે યોજાયેલ બિઝનેસ ફેરનું વૃદ્ધાશ્રમના વડીલોએ કર્યું ઉદ્ઘાટન


SHARE







મોરબી OSEM સ્કૂલ ખાતે યોજાયેલ બિઝનેસ ફેરનું વૃદ્ધાશ્રમના વડીલોએ કર્યું ઉદ્ઘાટન

મોરબીની OSEM GSEB સ્કૂલ દ્વારા આયોજિત કોમર્સ ફેસ્ટના ત્રીજા દિવસે વિદ્યાર્થીઓના બિઝનેસ ફેરનું ભાવસભર અને પ્રેરણાદાયી આયોજન કરવામાં આવ્યું હતું. આ બિઝનેસ ફેરનું ઉદ્ઘાટન વૃદ્ધાશ્રમના વડીલોના કરકમલોથી કરવામાં આવ્યું હતું, જે પેઢીઓ વચ્ચેના સંવાદ, સંસ્કાર અને અનુભવના સેતુરૂપ બન્યું હતું. બિઝનેસ ફેરમાં વિદ્યાર્થીઓએ પોતે બનાવેલા ખાદ્યપદાર્થો, હસ્તકલા, સર્જનાત્મક પ્રોડક્ટ્સ તથા નાના વ્યવસાયિક મોડલ્સ રજૂ કરી વેચાણ કર્યું હતું. આ પ્રક્રિયા દ્વારા વિદ્યાર્થીઓએ માર્કેટિંગ, ભાવનિર્ધારણ અને ગ્રાહક વ્યવહારનો જીવંત અનુભવ મેળવ્યો હતો. આ અવસરે ટ્રસ્ટી સુમંતભાઈ પટેલ તથા નારુભા જેઠવાએ વિદ્યાર્થીઓ અને શિક્ષકોના પ્રયાસોની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, આવા કાર્યક્રમો વિદ્યાર્થીઓને નોકરી શોધનાર નહીં પરંતુ નોકરી આપનાર બનવા પ્રેરિત કરે છે. આ સ્કૂલના પ્રિન્સિપાલ શ્રીમતી સના કાઝી મેડમે જણાવ્યું હતું કે, “વૃદ્ધાશ્રમના વડીલોના આશીર્વાદ સાથે થયેલું ઉદ્ઘાટન વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ છે. કોમર્સ ફેસ્ટ વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ, નેતૃત્વ અને સ્વાવલંબનની દિશામાં આગળ વધારે છે.”






Latest News