ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી મનપાના કમિશનરે બાળકોની સાથે બાળક બનીને ધમાલ ગલીમાં લંગડી, સાપ સીડી, લીંબુ ચમચી સહિત રમતોની મજા માણી


SHARE











મોરબી મનપાના કમિશનરે બાળકોની સાથે બાળક બનીને ધમાલ ગલીમાં લંગડી, સાપ સીડી, લીંબુ ચમચી સહિત રમતોની મજા માણી

મોરબી મહાનગરપાલિકા અને રોટરી ક્લબ દ્વારા શેરી રમતોને જીવંત રાખવાના હેતુથી આજે "ધમાલ ગલી' નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકો થી લઈને વૃદ્ધો સુધીના આવ્યા હતા અને આજના મોબાઈલ યુગમાં વિસરાતી જતી શેરી રમતો રમીને ખૂબ મજા કરી હતી ત્યારે કમિશનર, ડેપ્યુટી કમિશનર સહિતના અધિકારીઓએ પણ બાળકની સાથે બાળક બનીને લંગડી, સાપ સીડી સહિતની જુદીજુદી રમતમાં જોડાયા હતા.  

વર્તમાન સમયમાં સોશ્યલ મીડિયાના આક્રમણ વચ્ચે બાળકો શેરી રમતોને જાણે કે ભૂલી જ ગયા છે ત્યારે મોરબીમાં બાળકોથી લઈને વૃદ્ધ સુધીના લોકો માટે મોરબી મહાનગરપાલિકા અને રોટરી ક્લબ દ્વારા આજે રવિવારે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સરદાર બાગમાં ધમાલ ગલીનું આયોજન કરવામાં આવ્યું હતું મોરબી મહાપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરે, ડેપ્યુટી કમિશનર કુલદીપસિંહ વાળા તેમજ સંજય સોની સહિતના અધિકારીઓએ અને બાળકોથી લઈને સિનિયર સીટીઝન સુધીના લોકો તેમાં જોડાયા હતા. ખાસ કરીને આજે મોબાઈલ અને ગુગલના લીધે આખી દુનિયા આંગળીના ટેરવે આવી ગઈ છે જેથી બાળકો સતત મોબાઈલમાં રચ્યા પચ્યા રહેતા હોય છે ત્યારે અગાઉના સમયમાં શેરીમાં બાળકો ભેગા થાય અને ત્યાર બાદ લખોટી, થપો, ટાયર ફેરવવા, છાપું અને લંગડી, આંધળોપાટો, કોથળા દોડ, ધમાલિયો ધોકો, ભમરડા ફેરવવા જેવી રમતો રમીને ધમાલ મસ્તી કરતાં હતા તે હવે શેરીઓમાં જોવા મળતી નથી અને ખાસ કરીને શેરીઓ શાંત થઈ ગયેલ છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી ત્યારે ભુલાઈ કે વિસરાઈ ગયેલ શેરી રમતોને ફરી જીવંત કરવા માટે મોરબી મહાનગરપાલિકા અને રોટરી ક્લબ દ્વારા ધમાલ ગલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકો કોથળા દોડ, ધમાલિયો ધોકો, ભમરડો, લંગડી, આંધળોપાટો, લખોટી, સાપસીડી, દોરડા કુદ સહિતની શેરી રમતોની મજા માણી હતી. ત્યારે મહાપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરે, ડેપ્યુટી કમિશનર કુલદીપસિંહ વાળા સહિતના અધિકારી અને સિનિયર સીટીઝન સહિતના ત્યાં હાજર રહેલ લોકો બાળકોની સાથે બાળક બનીને જુદીજુદી રમતમાં જોડાયા હતા ત્યારે કમિશનર સ્વપ્નિલ ખરેએ લંગડી, સાપ સીડી, ભમરડા ફેરવવા સહિતની રમતો બાળકોની સાથે રમી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રોટરી ક્લબના પ્રેસિડન્ટ સહિતના હોદેદારો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.






Latest News