મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં ખેડૂત સાથે હનીટ્રેપના ગુનામાં પકડાયેલ 5 આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર, મહિલા સહિત 3 આરોપીઓને પકડવા તજવીજ


SHARE











મોરબીના ખેડૂતને હનીટ્રેપમાં ફસાવીને ફોટા વિડિયો વાયરલ કરવાની ધમકી આપીને 1.14 કરોડ માંગવામાં આવ્યા હતા ત્યાર બાદ ખેડૂત પાસેથી સોનાના ચાર બિસ્કીટ, રોકડા 1 લાખ તેમજ અઢી તોલાનો સોનાનો ચેન આમ કુલ મળીને 53.50 લાખનો મુદામાલ પડાવી લીધો હતોબજે ગુનામાં પોલીસે પાંચ આરોપીને પકડીને તેને રિમાન્ડ ની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

મોરબીના રવાપર ગામે રહેતા ભરતભાઇ નામના ખેડૂતને મજૂરની જરૂર હતી. જેથી તેઓએ તેના ડ્રાઈવર પાંચાભાઇ કોળીને મજૂર માટેની વાત કરી હતી. ત્યાર બાદ તેના મારફતે ખુશી નામની મહિલાનો સંપર્ક થયો હતો. જો કે, તેની પાસે આધાર પુરાવા ન હોય ફરિયાદીએ તેને કામે રાખી ન હતી. ત્યાર બાદ ખુશી પટેલે ફોનથી ફરિયાદીનો સંપર્ક કર્યો હતો અને ફરિયાદી સાથે મોરબીના ઉમિયા સર્કલ પાસેથી ફરિયાદી તેને પોતાની વાડીએ વાડીએ લઈ ગયા હતા. દરમ્યાનમાં વાડીએ પહોંચીને તે મહિલાએ પોતાના કપડાં કાઢીને ફરિયાદીને બથ ભરી લીધી હતી. તેવામાં બીજા આરોપીઓ ત્યાં આવીને ફરિયાદીના મહિલા સાથે ફોટો વિડીયો પાડીને હનીટ્રેપમાં ફસાવીને બળાત્કાર તેમજ છેડતીના કેસમાં ફિટ કરી દેવાની ધમકી આપી હતી.

આ ગુનામાં પાંચ આરોપી પકડવા આવેલ છે તે બાબતે ડીવાયએસપી વિરલ દલવાડીની પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે, ફરિયાદીએ આરોપીઓને સમયાંતરે 4 સોનાના બિસ્કીટ તેમજ અઢી તોલાનો સોનાનો ચેન, 1 લાખ રોકડા રૂપિયા આમ કુલ મળીને 53,50,000 નો મુદામાલ પડાવી લીધો હતો. જેથી મહિલા સહિત 8 સામે ગુનો નોંધાયો હતો જે ગુનામાં પોલીસે આરોપી જીલુભાઇ વિહાભાઈ પરસાડીયા, મુકેશભાઈ મફાભાઈ આલ, કરણભાઈ દેવરાજભાઈ વરુ, પાંચાભાઇ કાનજીભાઈ માણસુરીયા અને દેવાંગભાઈ હરજીભાઈ વેલાણીની ધરપકડ કરેલ હતી જેને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. અને આ આરોપીઓ પાસેથી ચારેય સોનાના બિસ્કીટ, સોનાનો ચેન, ગુનામાં વપરાયેલ બે કાર, એક સ્કૂટર આમ કુલ મળીને 64 લાખથી વધુનો મુદામાલ કબ્જે કર્યો છે જોકે, એક લાખ રૂપિયા રોકડા તેમજ મહિલા સહિતના ત્રણ આરોપીઓને પકડવાના બાકી છે તેને પકડવા માટે ચાલુ છે






Latest News