મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ખેતરમાં બકરા ચરાવવાની ના પાડતા ધીંગાણું : બે યુવક ઈજાગ્રસ્ત


SHARE







વાંકાનેરમાં ખેતરમાં બકરા ચરાવવાની ના પાડતા ધીંગાણું : બે યુવક ઈજાગ્રસ્ત

પશુપાલન કરતો ગોવિંદ અને ખેત મજૂરી કરતો અમરા સરૈયા રાજકોટ સિવિલમાં દાખલ

વાંકાનેરમાં ખેતરમાં બકરા ચરાવવાની ના પાડતા ધીંગાણું ખેલાયું હતું. જેમાં બે યુવક ઈજાગ્રસ્ત થયા હતા. પશુપાલન કરતો ગોવિંદ અને ખેત મજૂરી કરતો અમરા સરૈયા રાજકોટ સિવિલમાં દાખલ છે.

આ અંગે મળતી માહિતી મુજબ, વાંકાનેરમાં શક્તિ કોલોની પાસે હસનપરામાં રહેતા અમરા ટીડાભાઇ સરૈયા (ઉંમર વર્ષ 36)એ એક ખેડૂતની વાડી વાવવા માટે રાખી હતી. ત્યાં તે ખેત મજૂરી કરે છે. જ્યારે ત્યાં જ રહેતો ગોવિંદ ધનજીભાઈ વાજેલીયા (ઉંમર વર્ષ 21) પશુપાલન કરે છે. ગઈકાલે ગોવિંદ બકરા લઈ અમરાની વાડીમાં ઘુસી ગયો હતો. અમરાએ હવે બકરા વાડીમાં ન આવવા જોઈએ તેવી ચેતવણી આપી હતી. તેમ છતાં બીજીવાર બકરા વાડીમાં ઘુસી ગયા હતા. જેથી અમરાએ ગોવિંદને આ અંગે કહેતા બંને વચ્ચે બોલાચાલી થઈ ગઈ હતી.

અમરાએ વાડી માલિક અને અન્ય શખ્સોને બોલાવ્યા હતા. જેમાં માથાકૂટ વધતા મારાંમારી થઈ ગઈ હતી. અમરા અને તેની સાથેના લોકોએ પાઇપ ધોકાથી ગોવિંદને માર માર્યો હતો. જ્યારે ગોવિંદે પથ્થરના ઘા કરતા અમરાંને ઈજા થઈ હતી. પોલીસે બંને ઈજાગ્રસ્તના નિવેદન લેવા તજવીજ કરી હતી






Latest News