મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેર રેલવે સ્ટેશને ટ્રેન આડે પડતું મૂકીને અજાણ્યા આધેડે જીવન ટુકવ્યું


SHARE











વાંકાનેર રેલવે સ્ટેશને ટ્રેન આડે પડતું મૂકીને અજાણ્યા આધેડે કર્યો આપઘાત

વાંકાનેર રેલવે સ્ટેશન ઉપરથી ગઈકાલે બપોરના સમયે ટ્રેન પસાર થઈ રહી હતી ત્યારે ટ્રેન આડે પડતું મૂકીને કોઈ અજાણ્યા 55 વર્ષના આધેડે આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને ગયા હતા અને ત્યારબાદ રેલવે પોલીસ દ્વારા આ બનાવની નોંધ કરીને મૃતક વ્યક્તિની ઓળખ મેળવવા માટે તજવીજ હાથ ધરી છે.

વાંકાનેર રેલવે સ્ટેશન ઉપરથી ગઈકાલે બપોરના 2:00 વાગ્યાના અરસામાં ઓખા નાથદ્વારા ટ્રેન પસાર થઈ રહી હતી ત્યારે રેલ્વે સ્ટેશન ઉપર ટ્રેન આડે આધેડે પડતું મૂક્યું હતું જેથી કરીને તેને માથાના ભાગે ગંભીર ઇજા થવાના કારણે અજાણ્યા 55 વર્ષના આધેડને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી તેન મોત નીપજયું હતું. જે બનાવની રેલવે પોલીસ દ્વારા નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને મૃતક વ્યક્તિની ઓળખ મેળવવા માટે થઈને હાલમાં તજવીજ ચાલી રહી છે.વાંકાનેર રેલ્વે સ્ટેશન ખાતે ઓખા-નાથદ્વારા ટ્રેન હેઠળ કપાઈ જવાથી અજાણ્યા પુરૂષનું મૃત્યુ નિપજયું છે આ અંગેની તપાસ કુલદીપસિંહ ઝાલા (મો.નં. 91735 55538) ચલાવી રહ્યા છે જે કોઈ આ મૃતકના વાલીવારસ હોય તેઓએ સંપર્ક કરવા જણાવાયું છે

મહિલા સારવારમાં

મોરબીના પરસોતમ ચોક પાસે આવેલ કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા શાયરાબેન હનીફભાઈ શેખ (36) નામની મહિલા મોરબીના નગરદરવાજા ચોક પાસેથી બાઈકમાં બેસીને પસાર થઈ રહી હતી જે બનાવમાં ઇજા પામેલ મહિલાને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

અકસ્માતમાં ઇજા

મહેન્દ્રનગર ગામ પાસે આવેલ ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતો કેયુર દેવજીભાઈ પરમાર (20) નામનો યુવાન રવાપર રોડ ઉપર મામા ફટાકડા પાસેથી બાઈક લઈને જતો હતો ત્યારે બાઈક અને ઇકો કાર વચ્ચે અકસ્માત થયો હતો જે બનાવમાં ઇજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

મારામારીમાં ઇજા

ટંકારા તાલુકાના મેઘપર ઝાલા ગામે રહેતા પ્રતાપસિંહ અજીતસિંહ ઝાલા (45)ને ગામમાં થયેલ મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

સગીરા સારવારમાં

હળવદમાં રહેતી સોફિયાનાબેન નિઝામભાઈ ભટ્ટી નામની 15 વર્ષ સગીરાનું માથું તેના ઘરે તેના પિતાએ દિવાલમાં અથડાવ્યું હતું અને મારમાર્યો હતો જેથી કરીને ઈજા પામેલ સગીરાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News