મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

મોરબીના પીપળી ગામે માનસધામ સોસાયટીના લોકોને પ્રાથમિક સુવિધા ન આપતા 8 બિલ્ડરો સામે છેતરપિંડીનો ગુનો નોંધાયો


SHARE







મોરબીના પીપળી ગામે માનસધામ સોસાયટીના લોકોને પ્રાથમિક સુવિધા ન આપતા 8 બિલ્ડરો સામે છેતરપિંડીનો ગુનો નોંધાયો

મોરબીના પીપળી ગામ પાસે આવેલ માનસધામ સોસાયટીમાં રહેતા યુવાન સહિતના રહેવાસીઓને બિલ્ડરો દ્વારા લાઈટ, પાણી, ગટર વિગેરેની જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવી ન હતી અને તેઓની સાથે છેતરપિંડી કરવામાં આવેલ છે જેથી હાલમાં ભોગ બનેલ યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે 8 બિલ્ડરો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના પીપળી રોડ ઉપર આવેલ માનધામ સોસાયટીમાં રહેતા અને મજૂરી કામ કરતા વિનોદભાઈ મોતીભાઈ પરમાર (44)એ હાલમાં તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મનીષભાઈ કાલરીયા, ચિંતનભાઈ ગામી, મહાવીરસિંહ દિલીપસિંહ જાડેજા, રાજદીપ નિલેશભાઈ ગામી, જગદીશભાઈ એરવાડીયા, અંકિતભાઈ નેસડિયા, પ્રવીણભાઈ ગામી અને કિશોરભાઈ શેરસીયા સામે ફરિયાદ નોંધાવે છે જેમાં તેને જણાવ્યું છે કે, તેને અને અન્ય લોકોએ માનસધામ સોસાયટીમાં મકાન લીધેલ છે અને આરોપી તમામ બિલ્ડર હોય રેસીડેન્સીયલ સોસાયટી બનાવતા હોય છે તેવી જ રીતે માનસ ધામ સોસાયટી બનાવેલ હતી અને ત્યાં રહેતા ફરિયાદી તથા સોસાયટીના રહેવાસીઓને લાઈટ, પાણી, ગટર વિગેરેની સુવિધાઓ પૂરી પાડવાનું વચન આપ્યું હતું ત્યાર પછી ફરિયાદી તેમજ સોસાયટીના રહેવાસીઓને સુવિધાઓ પૂરી પાડવામાં આવેલ નથી જેથી ફરિયાદી સહિત સોસાયટીના લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી હોય હાલમાં ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અને આ બનાવની આગળ વધુ તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. એચ.એસ ભટ્ટ ચલાવી રહ્યા છે






Latest News