મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

વાંકાનેરના મેસરિયા ગામે ડમ્પર ચલાવવા બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન ઉપર ધોકા-પાઇપ વડે હુમલો: પાંચ સામે ફરિયાદ


SHARE







વાંકાનેરના મેસરિયા ગામે ડમ્પર ચલાવવા બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન ઉપર ધોકા-પાઇપ વડે હુમલો: પાંચ સામે ફરિયાદ

વાંકાનેરના મેસરીયા ગામે ગામમાંથી ડમ્પર ચલાવવા બાબતે અગાઉ યુવાનને બોલાચાલી થયેલ હતી દરમિયાન યુવાન અને તેનો ભાઈ બંને રિક્ષામાં મોરબી જતા હતા ત્યારે ગારીડા ગામ હાઇવે રોડ નજીક ગાત્રાળ હોટલ સામે બોલેરો ગાડીમાં આવેલા ચાર શખ્સો દ્વારા લોખંડના પાઇપ અને ધોકા વડે મારવામાં આવ્યો હતો. જેથી ઈજા પામેલ યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં પાંચ શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરેલ છે

વાંકાનેર તાલુકાના મેસરીયા ગામે સહકારી મંડળી વાળી શેરીમાં રહેતા અને મજૂરીકામ કરતા વિવેકભાઈ વિનુભાઈ ભુસડીયા (20)એ હાલમાં લોમકુભાઇ કાઠી રહે. મેસરિયા, કાળુભાઈ કાઠી રહે. મેસરિયા, હરેશભાઈ રહે. રંગપર દોલુભાઈ અને એક અજાણ્યો શખ્સ આમ કુલ પાંચ વ્યક્તિઓની સામે ફરિયાદ નોંધાવે છે. જેમાં જણાવ્યુ છે કે, ફરિયાદીને આરોપી લોમકુભાઈ કાઠી સાથે અગાઉ ગામમાંથી ડમ્પર ચલાવવા બાબતે બોલાચાલી થઈ હતી દરમિયાન ફરિયાદી અને તેનો ભાઈ બંને રિક્ષામાં મોરબી જતા હતા ત્યારે ગારીડા ગામ હાઇવે રોડથી ગાત્રાળ હોટલ સામેથી તેઓ પસાર થઈ રહ્યા હતા ત્યારે લોમકુભાઈ કાઠીના માણસો કાળુભાઈ કાઠી, હરેશભાઈ, દોલુભાઈ અને એક અજાણ્યો માણસ બોલેરો ગાડીમાં ત્યાં આવ્યા હતા અને લોખંડના પાઇપ તેમજ ધોકા વડે ફરિયાદી ઉપર હુમલો કર્યો હતો અને તેને જમણા હાથની કોણીની નીચેના ભાગમાં તથા આંગળીઓમાં અને ડાબા હાથની કોણીમાં અને બંને પગમાં મારમારીને ઇજા કરી હતી જેથી ઈજા પામેલ યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યારબાદ તેણે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે પાંચ શખ્સોની સામે ગુનો નોધીને આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરે છે






Latest News