મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો મોરબીમાં ઉમા ટાઉનશીપ નજીક ઉંચા આવજે ડીજે વગાડતા બે શખ્સોની સામે ગુનો નોંધાયો હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો હળવદમાં કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા: જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા
Breaking news
Morbi Today

માળિયા (મી)ના વીર વિદરકા નામના પાટિયા પાસે નેશનલ હાઈવે ઉપર વાહનો આડ મૂકીને જનતા રેડ: દારૂ ભરે સ્કોર્પિયો સાથે એક શખ્સને દબોચ્યો


SHARE







માળિયા (મી)ના વીર વિદરકા નામના પાટિયા પાસે નેશનલ હાઈવે ઉપર વાહનો આડ મૂકીને જનતા રેડ: દારૂ ભરે સ્કોર્પિયો સાથે એક શખ્સને દબોચ્યો

મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ વીર વિદરકા ગામ પાસેથી સ્કોર્પિયો ગાડી પસાર થઈ રહે હતી જેને રોકવા માટે થઈને લોકોએ નેશનલ હાઈવે ઉપર આડા વાહનો ઊભા રાખ્યા હતા અને ત્યારબાદ સ્કોર્પિયો ગાડી રોકવામાં આવી હતી અને તેને ચેક કરી હતી ત્યારે જનતા રેડ દરમિયાન તે સ્કોર્પિયો ગાડીમાંથી મોટા પ્રમાણમાં દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને આ અંગેની તાત્કાલિક સ્થળ ઉપર હાજર રહેલા લોકો દ્વારા માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી જોકે માત્ર સાત કિલોમીટર જેટલું અંતર લગભગ પોણા કલાકે કાપીને માળિયા તાલુકા પોલીસ ત્યાં ઘટના સ્થળે પહોંચી હતી અને ત્યારબાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

સમગ્ર ગુજરાતની અંદર દારૂબંધી હોવા છતાં પણ દારૂની બેફામ રીતે હેરાફેરી થતી હોય છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી તેવામાં છેલ્લા ઘણા સમયથી સમગ્ર ગુજરાતની અંદર દારૂ અને નશાકારક દ્રવ્યોનું જે વેચાણ થાય છે તેને બંધ કરાવવા માટે થઈને જન આંદોલનો થઈ રહ્યા છે તેમજ જુદી જુદી જગ્યાઓ પર જનતા રેડ થઈ રહી છે તેવા સમયે જો મોરબી જિલ્લાની વાત કરીએ તો મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ વીર વિદરકા ગામના પાટીયા પાસેથી દારૂ ભરેલું વાહન પસાર થવાનું છે તે પ્રકારની સ્થાનિક લોકોને માહિતી મળી હતી જેના આધારે લોકોએ વાહનો નેશનલ હાઈવે રોડ ઉપર આડા ઊભા રાખીને સ્કોર્પિયો ગાડીને રોકાવી હતી અને ત્યારબાદ તે ગાડીને ચેક કરવામાં આવતા તેમાંથી લગભગ 400 થી 500 લીટર જેટલો દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી કરીને સ્કોર્પિયો ગાડી સાથે એક શખ્સને સ્થાનિક લોકો દ્વારા દબોચી લેવામાં આવ્યો હતો જો કે, ગાડીમાં બેઠેલા શાખાઓમાંથી કેટલાક નાસી ગયા હતા તેવું જનતા રેડ કરનારા લોકો કહી રહ્યા છે. અને જનતા રેડ બાદ ત્યાં હાજર લોકોમાંથી માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તાત્કાલિક જાણ કરવામાં આવી હતી ત્યારબાદ માત્ર સાત કિલોમીટરના અંતર કાપીને માળિયા તાલુકા પોલીસ લગભગ પોણા કલાકે ત્યાં પહોંચી હતી તેવું સ્થળ ઉપર હાજર રહેલા લોકો પાસેથી જાણવા મળ્યું છે. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે જનતા રેડ કરીને દારૂની હેરાફેરી કરતી ગાડીઓ જો સામાન્ય લોકો પકડતા હોય તો પોલીસ શું કામ કરે છે.






Latest News