મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો મોરબીમાં ઉમા ટાઉનશીપ નજીક ઉંચા આવજે ડીજે વગાડતા બે શખ્સોની સામે ગુનો નોંધાયો હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો હળવદમાં કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા: જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા
Breaking news
Morbi Today

મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના વિદ્યાર્થીઓની જિલ્લા કક્ષાના કલા ઉત્સવમાં ઊંચી ઉડાન


SHARE







મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના વિદ્યાર્થીઓની જિલ્લા કક્ષાના કલા ઉત્સવમાં ઊંચી ઉડાન

હળવદ BRC ભવન ખાતે યોજાયેલા જિલ્લા કક્ષા કલા ઉત્સવ–2025 માં નવયુગ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ પોતાની અનોખી પ્રતિભા અને આત્મવિશ્વાસથી સમગ્ર મોરબી જિલ્લાને ગૌરવ અપાવ્યું હતું. અને ગાયન, વાદન, ચિત્રકલા તેમજ કાવ્યરચના જેવી સ્પર્ધાઓમાં નવયુગના વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું અને ટોપ-3 માં સ્થાન મેળવી શાળાની કલાત્મક પરંપરાને નવી ઊંચાઈ આપી હતી. ખાસ કરીને ભીમાણી પ્રિશા વિપુલભાઈએ ચિત્રકલા સ્પર્ધામાં મોરબી જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવી ઝોન કક્ષાની સ્પર્ધામાં પસંદગી મેળવી છે આ સાથે જામનગર ખાતે યોજાયેલા સૌરાષ્ટ્ર ઝોન કક્ષા યુવા મહોત્સવમાં પણ નવયુગના વિદ્યાર્થીઓએ પ્રતિભાનો પરચો આપ્યો હતો. અને સમૂહગાન સ્પર્ધા તેમજ સરડવા ધ્વનિ નિબંધ સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ પસંદગી થવાથી નવયુગનું નામ રાજ્યભરમાં ગુંજ્યું છે. આમ જુદીજુદી સ્પર્ધામાં વિજેતા બનેલા વિદ્યાર્થીઓએ અને માર્ગદર્શક શિક્ષકોને નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રેસિડેન્ટ પી.ડી. કાંજીયાશુભકામનાઓ પાઠવે છે






Latest News