મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબીમાં ઢોર પકડવા માટેની કામગીરીમાં માત્ર ગાયો જ પકડાય છે નંદી નહીં: કોંગ્રેસ પ્રમુખનો આક્ષેપ


SHARE







મોરબીમાં ઢોર પકડવા માટેની કામગીરીમાં માત્ર ગાયો જ પકડાય છે નંદી નહીં: કોંગ્રેસ પ્રમુખનો આક્ષેપ

મોરબીમાં ઢોર પકડવા માટેની મહાપાલિકા દ્વારા કામગીરી કરવામાં આવે છે જેમાં માત્ર માલધારીઓની ગાયોને જ પકડવામાં આવે છે જો કે, રજડતા નંદીઓને પકડવામાં આવતા નથી તેવો અણીદાર આક્ષેપ મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખ દ્વારા કરવામાં આવેલ છે.

મોરબીના લોકોને રજડતા ઢોરની પીડામાંથી મુક્તિ માટે તે માટે મહાપાલિકા દ્વારા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવે છે તેની સામે મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ ગંભીર આક્ષેપ કરેલ છે અને સોશિયલ મીડિયામાં મૂકેલા વિડિયોમાં તેઓએ કહ્યું છે કે, મહાપાલિકા દ્વારા માત્ર ગૌમાતા અને વાછરડીને જ પકડવામાં આવે અને તેને દૂર ગામડામાં મૂકવામાં આવે છે ત્યાર બાદ માલધારીઓ પાસેથી દંડ લેવામાં આવે છે અને ગાયને ત્યાંથી પછી લાવવા માટે પણ માલધારીને આર્થિક ડામ લાગે છે જો કે, રસ્તે રજડતા નંદીઓને પકડવામાં આવતા નથી માટે મહાપાલિકા દ્વારા માલધારીઓનું હિત વિચારીને કાર્યવાહી કરવામાં આવે અને ખાસ કરીને લોકોને રજડતા નદીઓનો ત્રાસ છે તેને પકડવા માટેની કામગીરી ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે.






Latest News