મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો મોરબીમાં ઉમા ટાઉનશીપ નજીક ઉંચા આવજે ડીજે વગાડતા બે શખ્સોની સામે ગુનો નોંધાયો હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો હળવદમાં કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા: જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા
Breaking news
Morbi Today

માળિયા (મી)ના ખીરઈ ગામ પાસે દેશી દારૂની બે ભઠ્ઠી ઉપર રેડ: 6200 લીટર આથો તથા 365 લીટર દેશી દારૂ ઝડપાયો, આરોપીઓની શોધખોળ


SHARE







માળિયા (મી)ના ખીરઈ ગામ પાસે દેશી દારૂની બે ભઠ્ઠી ઉપર રેડ: 6200 લીટર આથો તથા 365 લીટર દેશી દારૂ ઝડપાયો, આરોપીઓની શોધખોળ

માળીયા મીયાણા તાલુકાના ખીરાઈ ગામ પાસે આવેલ તલાવડીના કાંઠે એલસીબીની ટીમ તથા સ્થાનિક પોલીસ દ્વારા દારૂની ચાલુ ભટ્ટી ઉપર જુદી જુદી બે જગ્યાએ રેડ કરવામાં આવી હતી ત્યારે કુલ મળીને 6200 લીટર આથો તેમજ 365 લીટર તૈયાર દેશી દારૂનો જથ્થો પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલ છે જોકે બંને રેડમાં આરોપી સ્થળ ઉપરથી મળી આવેલ નથી જેથી માળિયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે દારૂના જુદા જુદા બે ગુના નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરી છે

મોરબી જિલ્લા એસીબીના પીઆઇ એમ.પી.પંડ્યાની સૂચના મુજબ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા દરમિયાન માળિયા મીયાણા તાલુકાના ખીરઈ ગામના સીમ વિસ્તારમાં અનવર ઉર્ફે અન્નુની દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવા અંગેની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે ખીરાઈ ગામની સીમમાં ખારી તલાવડી તરીકે ઓળખાતી તલાવડીના કાંઠે દેશી દારૂ બનાવવા માટેની ભઠ્ઠી ચાલુ હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 4,000 લીટર આથો તથા 105 લીટર તૈયાર દેશી દારૂ આમ કુલ મળીને 1,21,000 ની કિંમત નો મુદ્દા માલ કબજે કર્યો હતો અને એલસીબીની ટીમ દ્વારા જ્યારે દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી સ્થળ ઉપર હાજર ન હોવાથી હાલમાં માળીયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અનવર ઉર્ફે અન્નુ હસનભાઈ ભટ્ટી રહે. હાલ ખીરાઈ ગામ માળિયા મીયાણા મૂળ રહે. સુરેન્દ્રનગર વાળાની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે આવી જ રીતે માળીયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ કે.કે.દરબારની સુચના મુજબ ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે ખીરાઈ ગામમાં આવેલ પાણીના સંપની પાછળના ભાગમાં તલાવડીના કાંઠે યુસુફભાઈ ઉર્ફે ભાણો સંધવાણીની દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની બાતમી મળી હતી જેના આધારે ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 2200 લીટર આથો તથા 260 લિટર તૈયાર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી ભઠ્ઠીના સાધનો સહિચ ફૂલ મળીને 1,02,650 ની કિંમત નો મુદ્દા માલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો હતો અને માળિયા તાલુકા પોલીસ ટીમ દ્વારા જ્યારે રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી યુસુફભાઈ ઉર્ફે ભાણો અલ્લારખાભાઈ સંધવાણી રહે. ખીરાઈ ગામ તાલુકો માળીયા મીયાણા વાળો સ્થળ ઉપર હાજર ન હોવાથી હાલમાં તેની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News