મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીની મેમણ શેરીમાં ઘરમાંથી 2 કિલો 230 ગ્રામ ગાંજાના જથ્થા સાથે એકની ધરપકડ, એકની શોધખોળ


SHARE







મોરબીની મેમણ શેરીમાં ઘરમાંથી 2 કિલો 230 ગ્રામ ગાંજાના જથ્થા સાથે એકની ધરપકડ, એકની શોધખોળ

મોરબીના કુબેરનાથ મેઇન રોડ ઉપર આવેલ મેમણ શેરીમાં રહેતા શખ્સના ઘરની અંદર ગાંજાનો જથ્થો હોવા અંગેની એ ડિવિજન પોલીસની ટીમને હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી. ત્યારે સ્થળ ઉપરથી 2 કિલો 230 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવતા પોલીસે ગાંજો, મોબાઈલ ફોન તથા ઈલેક્ટ્રીક વજન કાંટો વગેરે મળીને 11,790 ની કિંમતમાં મુદ્દા માલ કબજે કર્યો છે અને હાલમાં એક આરોપીની ધરપકડ કરેલ છે અને વધુ એક શખ્સ નું નામ સામે આવ્યું હોય બે શખ્સ સામે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધીને બીજા આરોપીને પકડવા માટે તજવીડ શરૂ કરેલ છે.

મોરબી એ ડિવિજન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના કુબેરનાથ મેઇન રોડ ઉપર આવેલ મેમણ શેરીમાં રહેતા આરીફ કચ્છીના મકાનમાં ગાંજાનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે ઘરમાંથી 2 કિલો 230 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવતા 6,690 ની કિંમતનો ગાંજાનો જથ્થો તથા 5,000 રૂપિયાની કિંમત મોબાઈલ ફોન તેમજ ઈલેક્ટ્રીક વજન કાંટો સહિતની વસ્તુઓ ત્યાંથી કબજે કરવામાં આવી હતી અને કુલ 11,790 ની કિંમતનો મુદ્દામાલ કબજે કરીને આરોપી આરીફ યાકુબભાઈ કચ્છી (35) રહે. મેમણ શેરી કુબેરનાથ રોડ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપર દરમિયાન તેણે આ ગાંજાનો જથ્થો અબ્બાસ મોવર રહે. સુરેન્દ્રનગર વાળા પાસેથી મેળવ્યો હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને આ બંને શખ્સની સામે એનડીપીએસ એક્ટની કલમ હેઠળ મોરબી એ ડિવિજન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે બીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે આ કામગીરી મોરબી એ ડિવિજન પોલીસ સ્ટેશનના પીઆઇ આર. એસ. પટેલની સુચના મુજબ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી




Latest News