મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીની સુમતીનાથ સોસાયટી સામે ભરાયેલ વરસાદી પાણીનો ગટરમાં નિકાલ કરવા માટેની હિલચાલ કરાતા સ્થાનિક લોકોએ કર્યો ચક્કાજામ


SHARE







મોરબીની સુમતીનાથ સોસાયટી સામે ભરાયેલ વરસાદી પાણીનો ગટરમાં નિકાલ કરવા માટેની હિલચાલ કરાતા સ્થાનિક લોકોએ કર્યો ચક્કાજામ

મોરબીની સુમતિનાથ સોસાયટીમાં રહેતા લોકો દ્વારા સોસાયટીસ પાસેથી પસાર થતા રસ્તાને ચક્કાજામ કરી દેવામાં આવ્યું છે કારણ કે તે સોસાયટીની સામેના ભાગમાં આવેલ ખેતરમાં ચોમાસા સમયથી વરસાદી પાણી ભરાયેલ છે તે વરસાદી પાણીનો ગટરમાં નિકાલ કરવા માટે થઈને કાર્યવાહી કરવામાં આવી રહી છે જો તેમાં વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવે તો સ્થાનિક લોકોની ગટર ઉભરાવાની જે  સમસ્યા છે તેમાં વધારો થાય તેવી શક્યતા છે જેથી લોકો વિરોધ કરી રહ્યા છે.

મોરબીના નાની વાવડી ગામ નજીક સુમતીનાથ સોસાયટી આવેલ છે ત્યાં મહિલાઓ સહિતના લોકો દ્વારા હાલમાં રસ્તો ચક્કાજામ કરી દેવામાં આવ્યો છે જેથી કરીને વાવડી ગામથી લઈને વાવડી ચોકડી સુધી ટ્રાફિકજામ થઈ ગયો છે તેવી માહિતી સ્થાનિક લોકો પાસેથી મળી રહી છે વધુમાં સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે સુમતિનાથ સોસાયટીની સામેના ભાગમાં આવેલ ખેતરની અંદર ચોમાસા દરમિયાન પડેલ વરસાદનું પાણી ભરાયેલ છે જેનો નિકાલ થતો નથી અને હાલમાં તે પાણીનો સુમતીનાથ સોસાયટીની ગટરમાં નિકાલ કરવા માટેની જેસીબીની મદદથી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે અને જો, આ પાણીનો ગટરમાં નિકાલ કરવામાં આવે તો સુમતીનાથ સોસાયટીના લોકોની સમસ્યામાં વધારો થાય તેમ છે જેથી લોકો કામનો વિરોધ કરી રહ્યા છે વધુમાં લોકોએ કહ્યું છે કે આજની તારીખે પણ તેઓના વિસ્તારમાં ગટર ઉભરાવા સહિતની સમસ્યાઓ છે અને જો વરસાદી પાણીનો ગટરમાં નિકાલ કરશે તો સમસ્યામાં વધારો થશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. જેથી મહિલાઓ સહિતના લોકો દ્વારા રસ્તો ચક્કાજામ કરી દેવામાં આવ્યો છે અને આ વરસાદી પાણીનો નિકાલ ગટરમાં ન કરવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે.




Latest News