વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોંગ્રેસમાં ૮૨ આગેવાનો સેન્સ પ્રક્રિયામાં જોડાયા મોરબીમાં બંધ પડેલા સિરામિક કારખાનાના શેડ બન્યા ક્રિકેટ મેચના મેદાન: વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ મોરબીના નવા ફડસર ગામે માલિકીની જગ્યામાં કરેલ કચરાના ઢગલા ઉપાડવાનું કહેતા વૃદ્ધ ઉપર બે શખ્સોએ કર્યો કુહાડી અને ધોકા વડે હુમલો હળવદના સાપકડા ગામે વાડીના શેઢે ઉભા કરેલા થાંભલા કાઢી નાખતા શખ્સને સમજાવવા ગયેલ આધેડને માથામાં ધોકો ફટકારતા 8 ટાંકા આવ્યા હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા બંને યુવાનોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડાયા વાંકાનેરના રાજા વડલા ગામે વાડી આવેલ કુવામાં કોઈપણ કારણોસર પડી જવાથી વૃદ્ધનું મોત ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન
Breaking news
Morbi Today

હળવદના રણછોડગઢ ગામે વાડીમાંથી 2600 લીટર આથો-215 લીટર તૈયાર દેશી દારૂ ઝડપાયો, આરોપીઓની શોધખોળ


SHARE











હળવદના રણછોડગઢ ગામે વાડીમાંથી 2600 લીટર આથો-215 લીટર તૈયાર દેશી દારૂ ઝડપાયો, આરોપીઓની શોધખોળ

હળવદના રણછોડગઢ ગામની સીમમાં વાડીએ દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની હકીકત મળી હતી જેથી પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 2600 લીટર આથો તથા 215 લીટર તૈયાર દેશી દારૂ અને અન્ય વસ્તુઓ મળી આવતા પોલીસે 1,08,000 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો જોકે રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી હાજર ન હોય હાલમાં બે શખ્સોની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

હળવદ તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે હળવદ તાલુકાના રણછોડગઢ ગામની સીમમાં સહદેવભાઈની વાડીએ દેશી દારૂની ભરતી ચાલુ હોવાની હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 2600 લિટર આથો તથા 215 લિટર તૈયાર દેશી દારૂ અને બાકીના સાધનો વિગેરે મળી આવતા પોલીસે કુલ 1,08,000 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી સ્થળ ઉપર હાજરમાં હોવાથી હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સહદેવભાઈ કનુભાઈ સુરેલા રહે. રણછોડગઢ તથા ઇલેશ શંભુભાઈ ડાભી રહે. સુંદરગઢ વાળાની સામે ગુનો નોંધીને બંને આરોપીઓને પકડવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે.

એક બોટલ દારૂ

મોરબીના પંચાસર રોડ ઉપર પંચાસર ચોકડી પાસેથી બાઈક નંબર જીજે 36 6490 લઈને પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી 300 રૂપિયાની કિંમતનો દારૂ તથા 25,000 રૂપિયાની કિંમતનું વાહન આમ કુલ મળીને 25,300 ના મુદ્દામાલ સાથે રાહુલ રમેશભાઈ પરેશા (24) રહે. માધાપર શેરી નં-3 મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.






Latest News