મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

માળિયા (મી)ના મોટી બરારથી નવાગામ વચ્ચે જુગાર રમતા 6 પકડાયા: મોરબીમાં જુગાર રમતા બે ઝડપાયા


SHARE







માળિયા (મી)ના મોટી બરારથી નવાગામ વચ્ચે જુગાર રમતા 6 પકડાયા: મોરબીમાં જુગાર રમતા બે ઝડપાયા

માળિયા મિયાણાં તાલુકા પોલીસની ટીમ મોટી બરારથી નવાગામ જવાના કાચા રસ્તા ઉપર પેટ્રોલિંગમાં હતી ત્યારે ત્યાં જાહેરમાં બાવળની કાટમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી 6 શખ્સો જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 36,600 ની રોકડ કબજે કરી હતી અને આરોપીઓને પકડીને માળીયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

માળીયા મીયાણા તાલુકાના મોટી બરાર ગામથી નવાગામ તરફ જવાના રસ્તા ઉપર બાવળની કાંટમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા ચંદુભાઈ પ્રભુભાઈ ગામી (58) રહે. ભાવપર, જયદીપસિંહ રણજીતસિંહ જાડેજા (36) રહે. ભાવપર, રમેશભાઈ મગનભાઈ સરડવા (53) રહે. સરવડ, કાળુભાઈ વાઘાભાઈ હુંબલ (68) રહે. જસાપર, દીપકભાઈ વીરજીભાઈ મુછડીયા (27) રહે. સરવ અને નિર્મલભાઇ મુળુભાઈ કાનગઢ (46) રહે. જસાપર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 36,600 ની રોકડ સાથે આરોપીઓની ધરપકડ કરી હતી અને તેની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

ચલણી નોટના નંબર આધારે જુગાર

મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા બે શખ્સ મળી આવ્યા હતા જેથી પોલીસે ફરહાન મકબુલભાઈ પીલુડિયા (22) તથા દાઉદભાઈ સફીભાઈ હોકાવાડા (50) રહે. બંને વીસીપરા મોરબી વાળાને પકડીને તેની પાસેથી 550 રૂપિયાની રોકડ કબ્જે કરીને હતી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.




Latest News