મોરબીની મહિલાએ લક્ઝરી ક્લબમાં એક લાખ ભર્યા છતાં સેવામાં ખામી હોય વ્યાજ સહિત પૈસા ચૂકવવા અદાલતે કર્યો આદેશ, શુક્રવારે રાતે આયુર્વેદ અનુસાર દિનચર્યા ઉપર વક્તવ્ય મોરબીના બરવાળા નજીક રિક્ષા અને ડબલ સવારી વચ્ચે સર્જાયેલ અકસ્માતના બનાવમાં ખેવારીયા ગામના 2 અશસ્પદ યુવાનોના મોત મોરબી મહાપાલિકામાં વહીવટદારના શાસનમાં નજૂર થયેલ બે ગાર્ડન રદ્દ, મણિમંદિર પાસે ડેવલોપમેન્ટની ડિઝાઇન ચેન્જ કચ્છના કટારિયા ખાતે મોરબીના રાજા વિશાલસિંહના અધ્યક્ષ સ્થાને સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો હૃદયના ધબકારા સાથે જ્યાં ધબકે છે બાળકોનું ખિલખિલાટ: મોરબી સિવિલ હોસ્પિટલનું SNCU બન્યું નવજાત શિશુઓના સુરક્ષિત ભવિષ્યની સંજીવની મોરબી જિલ્લામાં વિશ્વ AMR જાગૃતિ સપ્તાહનો પ્રારંભ: જનજાગૃતિ માટે ૨૪ નવેમ્બર સુધી વિશેષ અભિયાન મોરબીમાં કલેક્ટર કચેરીમાં યોજાયેલ ટાઈપિંગ સ્પર્ધામાં કલેક્ટરે પણભાગ લીધો  વેરાન વીડી બની લીલીછમ: મોરબીના કાલીકાનગર પાસે વીડીમાં ઘાસચારાની વિપુલ તકો
Breaking news
Morbi Today

મોરબીના શનાળા ગામે ઘરમાંથી દારૂની 105 બોટલ ઝડપાઇ: આરોપીની શોધખોળ


SHARE







































મોરબીના શનાળા ગામે ઘરમાંથી દારૂની 105 બોટલ ઝડપાઇ: આરોપીની શોધખોળ

મોરબીના સનાળા ગામ પાસે આવેલ મુરલીધર હોટલની પાછળના ભાગમાં રહેતા શખ્સના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી તેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની નાની મોટી કુલ મળીને 105 બોટલ મળી આવી હતી જેથી 19,908 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે આરોપી હાજર ન હોવાથી હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે.

મોરબી એ ડિવિઝન પોલીસની ટિમ પેટ્રોલિંગમા હતી ત્યારે મોરબીના સનાળા ગામે મુરલીધર હોટલની પાછળના ભાગમાં રહેતા વિકીભાઈ નાટડાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની મોટી 29 અને નાની 76 બોટલ આમ કુલ મળીને 105 બોટલ દારૂ મળી આવતા 19,908 ની કિંમતમાં દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને પોલીસ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી હાજર ન હોવાથી હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વિકીભાઈ નારણભાઈ નાટડા રહે. સનાળા ગામ મોરબી વાળાની સામે ગુનો નોંધીને પોલીસ આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

એક બોટલ દારૂ ઝડપાયો, આરોપી ફરાર

હળવદના માથકથી ચૂંપણી તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થઈ રહેલ બાઈક ચાલકને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે 1300 ની કિંમતની દારૂની બોટલ તથા 25,000 રૂપિયાની કિંમતનું બાઈક આમ કુલ મળીને 26,300 નો મુદ્દામાલ કબજે કર્યો છે અને આરોપી સ્થળ ઉપરથી નાસી ગયેલ હોય હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રાજુ રણછોડભાઈ કોળી રહે. માથક વાળાની સામે ગુનો નોંધીને પોલીસ આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
















Latest News