ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીની ફ્લોરા ટાઉનશીપમાં ઊંચાઈ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા આધેડ રાજકોટ સારવારમાં


SHARE











મોરબીની ફ્લોરા ટાઉનશીપમાં ઊંચાઈ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા આધેડ રાજકોટ સારવારમાં

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ફ્લોરા ટાઉનશીપ ખાતે કલર કામ કરતા સમયે આધેડ ઊંચાઈ ઉપરથી નીચે પટકાતા તેને ગંભીર ઇજાઓ થઈ હતી જેથી તેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે 108 મારફતે પ્રથમ મોરબીને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ જવામાં આવે છે અને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ ઉપર આવેલ કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા ઉદયવીર મોહરસિંહ રાજાનરેલ (51) નામના આધેડ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ડી-માર્ટની નજીક આવેલ ફલોરા ટાઉનશિપમાં કલર કામ કરી રહ્યા હતા દરમિયાન ઊંચાઈ ઉપરથી નીચે પટકાતા તેઓને ઈજા થવાથી ઇજાગ્રસ્ત હાલતમાં તેઓને 108 મારફતે સારવાર માટે મોરબી અને ત્યાર બાદ તેને વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ જવામાં આવેલ છે અને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માતમાં ઇજા

મોરબીના ઘુટુ ગામ પાસે આવેલ હરિ ઓમ પાર્કમાં રહેતા હિતેશભાઈ ઓધવજીભાઈ કાવર નામના વ્યક્તિ મોરબીના મહેન્દ્રનગર પાસે રોડ ક્રોસ કરતા હતા ત્યારે કોઈ અજાણ્યા બાઇક ચાલકે તેઓને હડફેટે લેતા અકસ્માત થયો હતો અને જે બનાવમાં ઈજા પામેલ વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

બાળકી સારવારમાં

મોરબીના રફાળેશ્વર ગામે મંદિરની બાજુમાં રહેતા જગદીશભાઈ વાઘેલાની ત્રણ વર્ષની દીકરી તુલસી રિક્ષામાં જઈ રહી હતી દરમિયાન કોઈ કારણસર તે મહેન્દ્રનગર ગામ પાસે આવેલ રામધન આશ્રમ નજીક રિક્ષામાંથી પડી ગઈ હતી જેથી તેને માથામાં ગંભીર ઇજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News