મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત
Breaking news
Morbi Today

હળવદના સુખપર ગામની સીમમાં નર્મદાની કેનાલ ઉપરથી ચાર ઇલેક્ટ્રીક મોટરની ચોરી


SHARE







હળવદના સુખપર ગામની સીમમાં નર્મદાની કેનાલ ઉપરથી ચાર ઇલેક્ટ્રીક મોટરની ચોરી

હળવદ તાલુકાના સુખપર ગામની સીમમાં નર્મદા કેનાલમાંથી પાણી ખેંચવા માટે થઈને ખેડૂતો દ્વારા ઈલેક્ટ્રીક મોટર મુકવામાં આવી હતી જે પૈકીની ચાર ઇલેક્ટ્રીક મોટરની ચોરી કરવામાં આવે છે જેથી કરીને 60,000 ની કિંમતના મુદ્દામાલની ચોરી થઈ હોવાની ભોગ બનેલા યુવાને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

હળવદ તાલુકાના શક્તિનગર સુખપર ગામે રહેતા રમેશભાઈ સોંડાભાઈ પરમાર (41) એ અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, સુખપર ગામની સગારીયા નામે ઓળખાતી સીમમાં ધાંગધ્રા બ્રાન્ચની નર્મદા કેનાલમાંથી પાણી ખેંચવા માટે થઈને ફરિયાદી તથા સાહેદોએ સુખપર ગામની સીમમાં કેનાલ ઉપર પાંચ હોર્સપાવરની ઈલેક્ટ્રીક મોટર નંગ 4 મૂકી હતી જેની કિંમત 60 હજાર રૂપિયા તે ઈલેક્ટ્રીક મોટરની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને પોલીસે અજાણ્ય શખ્સની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

 

અકસ્માતમાં ઇજા

મોરબીમાં ત્રાજપર ચોકડી પાસે આવેલ શક્તિ ચેમ્બર નજીક અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં વિશ્વેન્દ્રસિંહ (24) બીરેન્દ્રભાઈ (26) રહે, બંને ઢુવા વાળાને ઇજા થતાં તેને સારવાર માટે  હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

અકસ્માતમાં ઇજા

મોરબીમાં નટરાજ ફાટક પાસે બાઈક અને કાર વચ્ચે અકસ્માતનો બનાવ બનેલ હતો જે બનાવમાં રમેશભાઈ જેસીંગભાઇ (42) રહે, પરશુરામ નગર સોઓરડી મોરબી વાળાને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News