હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી ટ્રેડ સેન્ટરના ઉદઘાટન પ્રસંગે આવેલ રેલ્વેના વેસ્ટર્ન ઝોનના જનરલ મેનેજરને વિવિધ પ્રશ્નનોને લઇને સિરામીક એસોસીએશન તેમજ ચેમ્બર ઓફ કોમર્સે કરી રજૂઆત


SHARE











મોરબી ટ્રેડ સેન્ટરના ઉદઘાટન પ્રસંગે આવેલ રેલ્વેના વેસ્ટર્ન ઝોનના જનરલ મેનેજરને વિવિધ પ્રશ્નનોને લઇને સિરામીક એસોસીએશન તેમજ ચેમ્બર ઓફ કોમર્સે કરી રજૂઆત

મોરબી ખાતે વેસ્ટર્ન ઝોનના જનરલ મેનેજર વિવેકકુમાર ગુપ્તા ટ્રેડ સેન્ટરના ઉદઘાટન પ્રસંગે રેલ્વે સ્ટેશન મોરબીમાં આવેલ હતા.ત્યારે હાલમાં મોરબી સિરામિક ઉધોગ દ્રારા સિરામિક ટાઇલ્સ રેલ્વે દ્રારા પરિવહન થાય તે રફાલેશ્વર કોનકોર ગતિશક્તિ ટર્મિનલ અને મોરબી રેલ્વે યાર્ડમાં ડીપી વલ્ડ દ્રારા જે માલનુ પરિવહન થાય છે.તે સિરામિક ઉધોગ અને અન્ય ઉધોગ માટે આશિર્વાદ રુપ છે.ટાઇલ્સના પરિવહન માટે રેલ્વેનો ઉપયોગ વ્યાપક થાય તો ઉધોગોને બુસ્ટ મલી શકે છે તે બાબતે ઉંડાણપુર્વક ચર્ચા અને રજુઆત થઇ હતી.આ ઉપરાંત હાલમાં રફાલેશ્વર ફાટક એલસી નંબર-૨૧  ખુબ જ સાંકળી હોય ભયંકર ટ્રાફિકની સમસ્યાઓ થાય છે તે બાબતની જીએમને સિરામીક એસોસિએશન દ્રારા રજુઆત કરવામાં આવી  હતી.

જેમાં મોરબી શહેર કેનાલ રોડને નેશનલ હાઈવે નંબર-૨૧ ને જોડતો રસ્તો તથા સિરામિક ક્લસ્ટરમાં આવવા જવા માટે આ ફાટકેથી પસાર થવું પડે છે.ઉપરાંત નેશનલ હાઈવે ઉપરથી આવતા હેવી વાહનો તથા નવા થયેલા કોનકોર  કન્ટેનર ડેપોમાં આવતા જતા કન્ટેનરના હેવી વાહનો આ ફાટક ઉપરથી પસાર થાય છે.આ ફાટક પાસે જ નવું ગતિશક્તિ ટર્મિનલ હાલમાં જ કાર્યરત થયુ હોય ભયંકર ટ્રાફિક સમસ્યા ઉભી થાય છે.એકંદરે આ ફાટક ઉપરથી અન્ય હેવી વાહનો તથા કન્ટેનર  વાહનો તથા વાંકાનેર તરફથી આવતાં-જતાં અન્ય નાનામોટા વાહનોના ટ્રાફિક તથા જ્યારે ડેમુ તથા માલગાડીને કારણે જ્યારે ફાટક બંધ થાય છે ત્યારે હેવી ટ્રાફિક થાય જાય છે.જે ટ્રાફિક ને રિકવર થતાં ટ્રેન પસાર થયા બાદ અડધો કે એક કલાક જેટલો સમય લાગે છે.જ્યા ટ્રાફિક વ્યવસ્થિત થાય ત્યાં બીજી ટ્રેન આવતા આમ આખો દિવસ બહુ મૂલ્ય એવાં માનવ કલાકો તથાં ઇંધણ વેડફાઈ છે.સિગ્નલ વગર ફાટક હોવાથી વધુ સમય વેડફાઇ છે. જેથી આ ફાટકને પહોળી કરી ઇન્ટરલોક કરવી જરુરી છે.

ફાટક નંબર-૨૧ ની પહોળાઈ  જેતે વખતના ટ્રાફિકની જરૂરિયાત મુજબ વન-વે વાહન પસાર થાય તે મુજબ છે.હાલમાં એક સમયે એક જ ટ્રક પસાર થાય છે જે ખુબ જ મોટી ટ્રાફિક સમસ્યા ઉભી કરે છે.હાલના ટ્રાફિકની આવક-જાવક મુજબ ફોર લેન-વે મુજબની કરવામાં આવે તો દરરોજના આ પ્રશ્નનો કાયમી નિકાલ થતાં બહુમૂલ્ય એવા માનવ કલાકો તથા ઇંધણની બચત થાય અને ગતિ શક્તિ ટર્મિનલ કોનકોરને ગતિ આપવા માટે કાળજીપૂર્વક સર્વે કરાવી ફાટકની પહોળાઈ વધારીને ઇન્ટરલોક ફાટક કરવા અંગેની એસો. દ્રારા રજુઆત કરવામાં આવી હતી.તદ ઉપરાંત મોરબીમાં સિરામિક ઉધોગ ઉપરાંત અન્ય ઉધોગો કાર્યરત હોય જેમાં બહારથી પ્રવાસી મજુરો સતત આવતા જતા હોય તેમના માટે વિવિધ રાજયની લાંબા અંતરની ટ્રેનની સવિશેષ જરૂરીયાત હોય તે અંગે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જયંતીભાઈ પટેલ દ્રારા ધારદાર રજુઆત કરાઇ હતી.તેમ મોરબી સિરામિક મેન્યુફેક્ચરિંગ એસોસિએશન દ્રારા યાદીમાં જણાવાયેલ છે






Latest News