મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો


SHARE







મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો

મોરબી મહાપાલિકા દ્વારા પી.એમ. સ્ટ્રીટ વેન્ડર આત્મનિર્ભર નિધિ (પી.એમ. સ્વનીધી યોજના) અંતર્ગત ડેપ્યુટી કમિશનરશ્રી કુલદીપસિંહ વાળાના અધ્યક્ષ સ્થાને એક બેંકર્સ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેરી વિસ્તારના શહેરી ફેરિયાઓ માટે ૧૫ હજારની વર્કિંગ કેપિટલ લોન બેંક મારફત આપવામાં આવે છે સાથોસાથ ૧૫ હજારની સંપૂર્ણ ભરપાઈ કર્યાબાદ ૨૫ હજારની અને ૫૦ હજારની લોન મળવા પાત્ર થાય છે આ યોજના અંતર્ગત વાર્ષિક 9 % સબસીડી તથા UPI પેમેન્ટ ટ્રાન્જેકશન દ્વારા વાર્ષિક ૧૬૦૦ કેશબેકની પણ જોગવાઈ કરવામાં આવી છે. સાથોસાથ ૨૫ હાજારની ભરપાઈ થયા બાદ બેંક મારફત આ યોજના અંતર્ગત ૩૦ હજારનું ક્રેડિટકાર્ડ પણ શહેરી શેરી ફેરિયાઓ ને આપવામાં આવશે આ તકે ડેપ્યુટી કમિશનર દ્વારા મોરબી શહેરની વિવિધ બેંકો સાથે પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત પેન્ડીંગ અરજીઓનો નિકાલ લાવવા માટે સમિક્ષા કરવામાં આવી હતી જેથી શહેરી વિસ્તારના વધુમાં વધુ શહેરી ફેરિયાઓ આ યોજનાનો લાભ લઇ શકે. વધુ જાણકારી માટે મોરબી મહાપાલિકાની યુ.સી.ડી. શાખાનો સંપર્ક કરવા જણાવ્યુ છે






Latest News