મોરબીની મહિલાએ લક્ઝરી ક્લબમાં એક લાખ ભર્યા છતાં સેવામાં ખામી હોય વ્યાજ સહિત પૈસા ચૂકવવા અદાલતે કર્યો આદેશ, શુક્રવારે રાતે આયુર્વેદ અનુસાર દિનચર્યા ઉપર વક્તવ્ય મોરબીના બરવાળા નજીક રિક્ષા અને ડબલ સવારી વચ્ચે સર્જાયેલ અકસ્માતના બનાવમાં ખેવારીયા ગામના 2 અશસ્પદ યુવાનોના મોત મોરબી મહાપાલિકામાં વહીવટદારના શાસનમાં નજૂર થયેલ બે ગાર્ડન રદ્દ, મણિમંદિર પાસે ડેવલોપમેન્ટની ડિઝાઇન ચેન્જ કચ્છના કટારિયા ખાતે મોરબીના રાજા વિશાલસિંહના અધ્યક્ષ સ્થાને સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો હૃદયના ધબકારા સાથે જ્યાં ધબકે છે બાળકોનું ખિલખિલાટ: મોરબી સિવિલ હોસ્પિટલનું SNCU બન્યું નવજાત શિશુઓના સુરક્ષિત ભવિષ્યની સંજીવની મોરબી જિલ્લામાં વિશ્વ AMR જાગૃતિ સપ્તાહનો પ્રારંભ: જનજાગૃતિ માટે ૨૪ નવેમ્બર સુધી વિશેષ અભિયાન મોરબીમાં કલેક્ટર કચેરીમાં યોજાયેલ ટાઈપિંગ સ્પર્ધામાં કલેક્ટરે પણભાગ લીધો  વેરાન વીડી બની લીલીછમ: મોરબીના કાલીકાનગર પાસે વીડીમાં ઘાસચારાની વિપુલ તકો
Breaking news
Morbi Today

ભારે કરી: મોરબી નજીક કારખાનના કવાર્ટરમાં મહિલાનું અને સાથે રહેતા યુવાનનું તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મોત


SHARE







































ભારે કરી: મોરબી નજીક કારખાનના કવાર્ટરમાં મહિલાનું અને સાથે રહેતા યુવાનનું તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મોત

મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ સીરામીક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા યુવાનની સાથે તેના લેબર કવાર્ટરમાં રહેતી મહિલાનું મોત નીપજયું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલે લઈને આવ્યા હતા અને આ મૃતક મહિલાના શરીર ઉપર મારના નિશાન જોવા મળી રહ્યા હોવાનું પોલીસ પાસેથી જાણવા મળે છે. અને મૃતક મહિલાના મૃતદેહનું ફોરેન્સિક પીએમ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે કરવામાં આવી રહ્યું છે જો કે, મૃતક મહિલાની સાથે રહેતા યુવાનને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બેસાડવામાં આવ્યો હતો દરમિયાન તે યુવાનનું પણ કોઈ કારણસર મોત નીપજયું હતું જેથી તેના મૃતદેહને પણ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા છે આમ આ બનાવની પોલીસે પ્રાથમિક નોંધ કરીને સમગ્ર ઘટનાના મૂળ સુધી પહોંચવા માટેની તજવીજ હાથ ધરી છે.

 

મોરબી તાલુકાના લખધીરપુર ગામ પાસે આવેલ લેક્સસ સિરામિક કારખાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા નરેન્દ્રસિંહ કમલસિંગ ધુરવાની સાથે તેના કવાર્ટરમાં રહેતા પુષ્પાદેવી ગંભીરસિંહ મરાવી (20) નામની મહિલાનું મોત નીપજયું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને તેની સાથે રહેતા નરેન્દ્રસિંહ કમલસિંગ ધુરવા (25) નામના યુવાનને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પૂછપરછ માટે લાવ્યા હતા દરમ્યાન કોઈ કારણોસર નરેન્દ્રસિંહ ધુરવાનું પણ મોત નીપજ્યું હતું જેથી તેના મૃતદેહને પણ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતેથી પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધ કરીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી. વધુમાં આ બનાવ સંદર્ભે ડીવાયએસપી વિરલ દલવાડી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે બંને મૃતક વ્યક્તિના મૃતદેહનું ફોરેન્સિક પીએમ કરાવવામાં આવી રહ્યું છે અને મૃતક મહિલાના શરીર ઉપર મારના નિશાનો જોવા મળી રહ્યા છે જોકે, મહિલાનું મોત કઈ રીતે થયું હતું અને યુવાનનું મોત ક્યા કારણોસર થયું છે તેનું ચોક્કસ કારણ જાણવા માટે થઈને હાલમાં ફોરેન્સિક પીએમ કરવામાં આવી રહ્યું છે ત્યાર બાદ આ ઘટના વિષે સ્પષ્ટતા થાય તેવું હાલમાં ચર્ચાઇ રહ્યું છે
















Latest News